જામનગર : સમાજમાં જયારે જયારે અસામાજીક પ્રવૃત્તિ સામે આવે છે ત્યારે ત્યારે આપણી સંસ્કૃતિમાં એક કાંગરો ખરે છે જો આવી જ અધમતા સામે આવતી રહી તો એક દિવસ સંસ્કૃતિ બરબાદ થઇ જશે એવો જ એક કાંગરા ખેરતો બનાવ પોલીસ દફતરે પહોચ્યો છે. એમાં એક યુવતી બાથરૂમમાં સ્નાન કરતી હતી ત્યારે જ એક છેલબટાઉ યુવાને યુવતીના ઉઘાળા શરીરના ફોટા પાડી લીધા અને મામલો બબાલ સુધી પહોચી ગયો હતો’
સભ્ય સમાજ માટે લાલબતી ધરતો આ કિસ્સો છે જેમાં અમદાવાદના એક ચોક્કસ વિસ્તારમાં બાજુબાજુમાં રહેતા બે પરિવાર વચ્ચે થયેલ બોલાચાલી બાદ મામલો હુમલા સુધી પહોચી ગયો હતો. જેમાં એક યુવાને પાડોશી યુવતી જયારે બાથરૂમમાં સ્નાન કરતી હતી ત્યારે કોઈ પણ રીતે તેણીના ફોટા પાડી લીધા હતા. આ બાબતની જાણ થતા તેણીના પરિવારે જે તે યુવાનને ઠપકો આપી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં યુવકે સમજવાને બદલે ઉસ્કેરાઈ જઈ હુમલો કરી યુવતીને ઈજા પહોચાડી હતી. આ બનાવને લઈને ગોમતીપુર પોલીસે જે તે આરોપી સામે ફરિયાદ નોંધી અટકાયત કરી છે. પરંતુ આ બનાવ સભ્ય સમાજ માટે અને ખાસ યુવતીઓ માટે લાલબતી રૂપ છે.