કોરોના વાયરસ વચ્ચે રમાઈ રહેલી રાજનીતિમાં WHO ની મોટી ચેતવણી, વેક્સીન મળવામાં પણ……

0
1246

વિશ્વ આરોગ્ય સંગઠને વિશ્વના નેતાઓને કોરોના વાયરસ સંકટ પર રાજકારણ ન કરવા કહ્યું છે. WHOએ લડવાની જગ્યાએ એક થવાની અપીલ કરી છે. WHO ના પ્રમુખ ટેડ્રોસ એડહૈનમ ધેબ્રીયેસુસે સોમવારે જણાવ્યું હતું કોરોના વાયરસ હજુ પણ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. હજુ પણ હજારો અને લાખોની સંખ્યામાં નવા કેસો આવી રહ્યા છે.

ટેડ્રોસે કહ્યું કે પ્રથમ 10 લાખ કેસ નોંધવામાં 3 મહિનાનો સમય લાગ્યો છે. પરંતુ છેલ્લા 10 લાખ કેસ આવવામાં માત્ર 8 દિવસનો સમય લાગ્યો હતો. તેમણે કહ્યું- હવે આપણને સૌથી મોટો ખતરો વાયરસથી નહીં પણ વૈશ્વિક એકતા અને નેતૃત્વનો અભાવ છે. વિભાજિત વિશ્વમાં આપણે આ રોગચાળાને હરાવી શકતા નથી.

WHOના વડાએ કહ્યું કે કોવિડ -19 એ સાબિત કરી દીધું છે કે વિશ્વ તેનો સામનો કરવા માટે તૈયાર ન હતું.. રોગચાળો હજી પણ વૈશ્વિક સ્તરે વધી રહ્યો છે. તે જ સમયે, WHOનાં પ્રમુખે કહ્યું કે તેમને લાગે છે કે વિશ્વના તમામ લોકોને વેક્સીન મેળવવામાં હજુ પણ અઢી વર્ષનો સમય લાગી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here