જામનગર : હાલ કોરોનાકાળ ચાલી રહ્યો છે. થોડો લાપરવાહી પણ મોટી મુસીબત બની શકે છે ત્યારે જામનગરના વિશ્વ વિખ્યાત બાલાહનુમાન મંદિરને એક સપ્તાહ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
શહેરમાં સતત વધતા જતા કોરોનાના દર્દીઓને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અનલોક એક સુધી બંધ રહેલ આ મંદિરમાં રોજ દસ હજારથી વધુ ભાવિકો શિસ જુકાવી ધન્યતા અનુભવે છે. ત્યારે અહીથી વાયરસ વધુ ન ફેલાઈ તે માટે મંદિર પ્રસાસન દ્વારા મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ એ જ મંદિર છે જેમાં છેલ્લા ૫૭ વર્ષથી રાત-દિવસ અન્ખંડ રામધુન ચાલી રહી છે. ૫૬ વર્ષ પૂર્વે આ જ ના દિવસે રામધૂન શરુ થઇ હતી, તે નિરંતર ચાલુ છે. અને સોશિયલ ડીસ્ટનસ વચ્ચ્ચે આ ધૂન ચાલુ જ રહેશે ઉલ્લેખનીય છે કે જામનગરના બાલા હનુમાન મંદિરની રામ ધૂન ગીનીસબુકમાં પણ સ્થાન પામી છે.