સરકાર પાકવીમાનું જાહેરનામું ક્યારે બહાર પાડશે ? ખેડૂતનેતાનો સરકારને પત્ર

0
617

જામનગર : એક તરફ પાક વીમો આપવાની બાબતે મોટી મોટી દફાસો મારતી સરકાર ખરીફ સીજનના ૫૦ દિવસ પૂર્ણતાના આરે આવી જવા છતાં પાક્વીમાંનું જાહેરનામું કેમ બહાર પાડતી નથી એમ સવાલ કરી કિશાન કોંગ્રેસના ચેરમેને સરકારને ઇમેલ દ્વારા પત્ર પાઠવી પાક વીમાની પ્રક્રિયા તાત્કાલિક હાથ ધરવાની માંગણી કરી છે.

ચાલુ વર્ષના પાકવીમામાં રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી કોઈ પ્રક્રિયા કરવામાં ન આવતા મુખ્યમંત્રી અને કૃષિમંત્રી ને ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા એ ઇ-મેઈલ દ્વારા પત્ર લખ્યો છે. આ પત્રમાં સરકારને 16 સવાલ કરી તેના જવાબ રાજ્ય સરકાર આપે તેવી માંગ કરવામાં આવી છે. પાલ આંબલીયાની રજૂઆત મુજબ સરકાર દ્વારા પાકવીમા બાબતે કોઈ પ્રક્રિયા ન કરાતા ખેડૂતો હેરાન પરેશાન છે છતાં રાજ્ય સરકાર કુંભકર્ણ નિદ્રામાં સૂતી છે. એમ જણાવી સરકાર સામે સવાલોની વણજાર લગાવી છે.

પાક 40 થી 50 દિવસનો થઈ ગયો પણ હજુ સુધી પાકવીમા કંપની કઈ એ નક્કી કેમ ન થયું…?? હજુ સુધી પાકવીમાનું જાહેરનામું કેમ બહાર પાડવામાં કેમ ન આવ્યું….???પોર્ટલ પર બધી જ જાણકારી ક્યારે અપલોડ કરાશે….??? ક્યારે લોકો માટે પોર્ટલ ખુલ્લું મુકાશે…??? ખેડૂતને વિમાની રસીદ કોણ આપશે.…..?? ક્યારે આપશે…..???? ક્યા જિલ્લામાં કઈ પાકવીમા કંપની એની જાહેરાત ક્યારે કરવામાં આવશે….??? ચાલુ વર્ષે પાકવીમાનું એકમ ગામ છે કે તાલુકા એકમ એ ક્યારે જાહેર કરાશે…..??ક્યા તાલુકામાં કયો મુખ્ય પાક છે એ જાહેર ક્યારે કરાશે…..??? રાજ્યમાં કુલ કેટલા મુખ્ય અને કેટલા ગૌણ પાકો છે….??? અતિવૃષ્ટિના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે તેને પાક નુકશાની માટે અરજી કોને કરવાની….???? ખેડૂતને પાક નુકશાનીનું વળતર કોણ આપશે….?? બેન્ક…?? વીમા કંપની…?? કે સરકાર….?? પાકવીમા કંપનીઓની દરેક તાલુકા મથકે ઓફિસો ક્યારે ખુલશે….??? પાકવીમા બાબતની બધી જ સ્પષ્ટતાઓ કરતા પરિપત્ર ક્યારે કરવામાં આવશે….????પાકવિમો ન લેવો હોય એવા ખેડૂતોએ બેંકમાં જઇ અરજી શા માટે કરવાની….?કિશાન કોંગ્રેસ દ્વારા આ તમામ સવાલના જવાબ તાત્કાલિક આપવાની માંગણી કરવામાં છે.

NO COMMENTS