વી ટીવી ન્યુઝ ચેનલ હેડ ઈશુદાન ગઢવીએ કેમ કહ્યું ‘ટાઈગર ઇઝ બેક’?

0
4695

જામનગર : જીલ્લો ગમે તે હોય, પ્રાંત ગમે તે હોય, અરે મેગા સીટી હોય કે હોય અંતરિયાળ ગામડું, પણ રાત્રીના આઠ વાગે એટલે સેંકડો ગુજરાતીઓ ગોઠવાઈ જાય જેના એક એક પડછ્દ અવાજને પામવા, વી ટીવી ગુજરાતી ન્યુઝ ચેનલના પ્રાઈમ ટાઈમના એક એવા એન્કર કે જેને સાંભળવા મોટા મોટા તજજ્ઞોથી માંડી ગામડામાં ભેસ દોહતી સન્નારી પણ કામ પડતું મૂકી ગોઠવાઈ જાય છે વી ટીવીની સામે, મહામંથનની વાટમાં…. એ બુલંદ અવાજ થકી અનેક ખેડૂતો, બેરોજગારો અને કચડાયેલ વર્ગને ન્યાય મળ્યો છે, એ જ અવાજે સાવ સામાન્ય માણસની વેદનાને છેક સરકારની ચેમ્બર સુધી પહોચાડી છે, એક એવો અવાજ જે ભલભલા ઓફિસરોને સીધે રસ્તે વાળ્યા છે….એક એવો અવાજ કે જેના થકી અનેક ‘બુચેસીયાઓ’એ રસ્તો બદલી નાખ્યો છે. એવા વી ટીવીના ચેનલ હેડ શ્રી ઇસુદાન ગઢવી છેલ્લા પાંચ દિવસથી ‘મહામંથન’માંથી એકાએક અલિપ્ત થઇ ગયા, જેને લઈને રાજ્યભરના તેના લાખો સર્મથકોમાં એક નીરાસા સાથે ચિંતા પ્રશરી ગઈ હતી. લાખો સમર્થકોના સવાલોની સામે આજે એ ચહેરો ફરી પોતાના લાખો ચાહકોની વચ્ચે આવી ગયો છે. એ જ ગુમાનથી એ જ બુલંદ અવાજની સાથે ફરી મહામંથનની હોટ સીટ ગજવી મૂકી છે.

શ્રી ગઢવીએ આજે જ ઓફીસ જોઈન કરી સમર્થકોને ફેસબુકમાં સંબોધન કરી લખ્યુ છે કે,

મિત્રો જય માતાજી…મારી ઓફીસમાં મારા સહકર્મચારીઓને કોરોના પોઝીટીવ આવ્યો હોવાના કારણે હું છેલ્લા પાંચ દિવસથી હોમ કોરોન્ટાઇન હતો….પરંતુ હજારો મિત્રોના ફેસબુક ઉપરાંત કેટલાક લોકો મને ઓળખતા હોય તેઓને ફોન કરીને પણ દિલના ભાવથી ખબર અંતર પુછ્યા કે ઇસુદાન ભાઇ કેમ નથી આવ્યા..શું થયું છે..સારા તો છે..વગેરે વગેરે….મિત્રો મને ઘણાં કેતા હોય છે કે ઇસુદાન ભાઇ તમે શું કમાયા છો..હું એમને હંમેશા કહેતો હોવ છું કે હું લોકોના દિલના આશીર્વાદ કમાયો છું…લોકોનો પ્રેમ કમાયો છું..ઘણા તો એવા મેસેજ આવ્યા કે ઇસુદાન ભાઇ તમને કાંઇક થઇ જશે તો અમારા પ્રશ્ર્નો પણ કોઇ નહી ઉઠાવે…હું આપને આશ્ર્સવત કરવા માંગુ છું..કે મારું ધ્યેય હવે માત્ર જન સેવા છે..જન સેવા એજ પ્રભુ સેવા..ભગવાને મને ખૂબ આપ્યું છે..અને હું હંમેશા કર્મના સિધ્ધાંતથી જીવું છું..મને કોઇ પદ ,પ્રતિષ્ઠા કે સંપતીનો મોહ નથી રહ્યો…માત્ર ઇશ્ર્વરની નજીક રહું એટલું કાફી છે…સહેજ પણ મોતનો ડર મુજને નહી સતાવે…એ પંકતિથી જીવન ધપાવું છું…પરંતુ તમારો પ્રેમ અને લાગણી જ મારું સર્વસ્વ છે…ઘણા મિત્રોના એવા પણ મેસેજ હતા કે ઇસુદાન ભાઇ બુચસીયાઓ બહુ રાજી થયા કે ઇસુદાન હમણાં બંધ થઇ  ગયો છે..એવા લોકોને મારો મેસેજ છે. ..કે જનતા ના હીત માટે ટાઇગર અભી જિંદા હૈ….એક આંખમાં કરુણાં છે તો બીજી આંખમાં વિરતા પણ છે…એટલે આઉટસોર્સિંગ કર્મચારીઓના પગારની વાત હોય,ખે઼ડૂતોના પાક વીમાની લડત હોય,ભરતી માટે ટળવળતા નવ યુવાનીની વાત હોય કે પછી એસઆરપી જવાનોીન મુશ્કેલી હોય..તમારા માટે કાયમી અવાજ જીવતો હશે…આજે મળીએ છીએ મહામંથનમાં ,…ટાઇગર ઇઝ બેક…જયમાં ભવાની…

NO COMMENTS