BJPના જ મહિલા નગરસેવકે રીક્વીજિટ બેઠકમાં કેમ કહ્યું, ‘હું ધુસતા વાળી કરીશ’

0
698

જામનગર : જામનગર મહાનગરપાલિકાની આજે કોરોના સબંધિત રીક્વીજીટ બેઠક મળી હતી. જેમાં વિપક્ષે તો સતાધારી જૂથના પ્રશ્નોના મારા સામે સતાધારી જૂથની બોલતી બંધ કરી દીધી હતી તો સામે પક્ષે ખુદ સતાધારી જૂથના અમુક સદસ્યોએ પણ સતાધારી જૂથ અને વહીવટી તંત્રનો કાન આમળ્યો હતો.
ગત જનરલ બોર્ડમાં કોરોના અંગે ચર્ચાઓ કરવાને બદલે સતાધારી જુથે બોર્ડને પૂર્ણ કરી દેતા વિપક્ષ આકરા પાણીએ આવી ગયો હતો. વિપક્ષે તાત્કાલિક રીકવીજીટ બેઠકની માંગ કરી કોરોનાને લઈને ચર્ચા વિચારણા કરવાની માંગ કરી હતી. જેને લઈને આજે રીકવીજીટ બેઠક મળી હતી. શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈને વિપક્ષ દ્વારા આજે અનોખો વિરોધ કરી બેઠકમાં હાજરી આપી હતી.

બેઠકની શરૂઆતમાં જ વિપક્ષના કોરોના મહામારીને લઈને તંત્રની નિષ્ફળતા ઉજાગર કરી પ્રશ્નોની જળી વરસાવી હતી કોરોનાના પ્રથમ સ્ટેજથી માંડી લોકલ સંક્રમણ સુધીના તબ્બકામાં વિપક્ષે પ્રશ્નોની જળી વરસાવી હતી. વિપક્ષના નગરસેવક આનંદ ગોહિલે કોરોના ટેસ્ટ બાબતે રૂપિયા બાર હજાર રૂપિયાના ઉઘરાણા મુદ્દે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે ભાજપના જ નગરસેવિકા રચના માડમએ ગોહિલને સાથ આપ્યો હતો અને આનદભાઈની વાત સાથે શુર પુરાવી ઉઘરાણા ચાલુ રખાશે તો ઘુસતા વાળી કરવાનું કહી તંત્ર સમક્ષ ચીમકી ઉચ્ચારી હતી. બીજી તરફ ભાજપના જ નગરસેવક કેશુભાઈ માડમએ સંપૂર્ણ ટેક્સ માંગીની પણ માંગ કરી હતી.

NO COMMENTS