યુવતીએ પોલીસને કેમ પરખાવ્યું ‘નિયમો મારા બાપાએ નથી બનાવ્યા’ જુઓ વિડીઓ

0
1138

જામનગર : તમે જનતાના પૈસા લુંટો છો….તમે ટાર્ગેટ પુરા કરવા નાના છોકરાઓને ટાર્ગેટ કરો છો ? કેટલાય હેલ્મેટ પહેર્યા વિનાના બહાર ફરે છે…પકડોને એને..કરપ્શનના પૈસા આપવાની છોકરાઓએ ના પાડી એટલે તમે ગમે એમ બેસાડી દયો છો એમ ?? બબ્બે હજાર રૂપિયા ક્યાંથી કાઢે છોકરાઓ ?  આ સંવાદ છે એક યુવતીનો અને પોલીસ વચ્ચે થયેલ ઉગ્ર બોલાચાલીનો, રાજ્યના કોઈ પોલીસ દફતરમા ઘટેલી આ ઘટના હાલ સોસીયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેમાં રણચંડી બનેલ યુવતી પોલીસની સીસ્ટમ અંગે ઉગ્રતાથી પોલીસની એકને ગોળ ને બીજાને ખોળ જેવી કાર્યવાહીને ખુલી પાડી રહી  છે.

વાયરલ વિડીઓ જોવા આ લીંક પર ક્લિક કરો

https://m.facebook.com/story.php?story_fbid=151354826586335&id=100051354551083

પોલીસે બે છોકરાઓને બાઈક સાથે આંતરી લઇ દંડની કાયવાહી કરવાની તજવીજ કરી ત્યાં જ આવી ચડેલ એક યુવતીએ હાજર પોલીસ કર્મીઓની સામે દલીલો કરી બોલતી બંધ કરી દીધી હતી. જનતા પર કાયદાનો દંડો ઉગમતી પોલીસને રણચંડી બનેલ યુવતીએ કાયદાનો પરચો કરાવી બોલતી બંધ કરી દીધી હતી.

ટી-શર્ટમાં આવેલ યુવતીએ પોતાની સ્ટાઈલથી પોલીસ દફતરમાં પોલીસ અધિકારી અને ટ્રાફિકના જવાનોને કાયદાના પાઠ ભણવતા હોય તેમ કહ્યું હતું કે. સાહેબ બહાર નીકળો, બહાર કેટલાય વાહન ચાલકો હેલ્મેટ વગર જાય છે તેની સામે કેમ કેસ નથી કરતા ? જેની સામે જે તે અધિકારી નિયમ મુજબ જ બધું થાય છે તેવું કહેતા જ મહિલાએ બહારનો નજારો કેમેરામાં બતાવ્યો હતો,  રોડ પરના દ્રશ્યો બતાવી યુવતીએ વેધક સવાલ કર્યો હતો કે ‘હેલ્મેટ વગર નીકળતા લોકો સામે કેમ કેસ નથી કરતા ? આવો વેધક સવાલ સાંભળતા જ પોલીસની બોલતી બંધ થઇ ગઈ હતી. ‘બતાવો તમારા નિયમ ?’ એમ કહી યુવતીએ નિયમ સમજાવવા કહ્યું હતું. ‘તમારા ટાર્ગેટ પુરા કરવા છોકરાઓને ટાર્ગેટ બનાવો છો,’

 તમે કહો એમ ન થાય ? એવું પીએસઆઈએ  કહેતા જ યુવતીએ ઉગ્રતાથી ચોપડાવી દીધું હતું કે ‘આ નિયમો મારા બાપાએ નથી બનાવ્યા, તમે હેલ્મેટ વગર ફરે છે એની સામે કેમ કાર્યવાહી નથી કરતા ? જેની સામે પોલીસ અધિકારી પીએસઆઈએ પણ મુઠી ખોલી જવાબ આપી દીધો હતો, જાવ કરી જ દો, પોલીસના આવા જવાબથી યુવતી ફરી ત્રાટકી હતી અને કહેતી દેખાય છે કે ‘બહારના વાહન ચાલકોને દંડ કરો ને !!!! જેનો પોલીસ પાસે પણ કઈ જવાબ જ ન હતો.આમ જોવા જઈએ તો પોલીસની દંડાત્મક કાર્યવાહી સામે વારે વારે ‘ટાર્ગેટ’ના આક્ષેપ થતા રહે છે. પોલીસની એક તરફી કાર્યવાહીનો જે તે યુવતીને વાંધો છે. એમ વાતચીત પરથી સ્પષ્ટ થાય છે. એ વાત વ્યાજબી પણ છે. પોલીસ એકને ગોળ બીજાને ખોળ ? જેવી નીતિ કેમ અપનાવે છે ? આખા રાજ્યની આ જ હાલત છે. એ યુવતીની જ ભાષામાં કહીએ તો, શુરાતન ચડે ત્યારે પોલીસ નીકળી પડે છે કાયદાના નામે ઉઘરાણા કરવા, કાયદો તમામને માટે સમાન છે તો તમામ સામે પોલીસ કાર્યવાહી કેમ નથી કરતી ? મહિલા જે રીતે વાત કરી રહી છે એ ટોન વધુ ઉગ્ર કહી શકાય પણ, એ યુવતીનો સવાલ ગેર વ્યાજબી તો નથી જ, એ પણ ચોક્કસથી કહી શકાય.

https://m.facebook.com/story.php?story_fbid=151354826586335&id=100051354551083

NO COMMENTS