GPSCના ચેરમેને કેમ કહેવું પડ્યું ‘અહી કોઈ બેવફા નથી થયું’

0
4307

ગાંધીનગર : ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન દિનેશ દાસા સામે સોશિયલ મીડિયામાં અનેક ઉમેદવારોએ પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. જેને લઈને વીસ દિવસના અંતરે ચેરમેન દાસાએ ગઈ કાલે રાત્રે ફરી ટ્વીટ કરી જીપીએસસીના ઉમેદવારોને ધરપત આપી છે. કેટલાય સમયથી રાજ્ય કોરોના સામે જજુમી રહ્યું છે જેના કારણે મોટા ભાગની સરકારી સેવાઓ બંધ કરી દેવાઈની ફરજ પડી હતી. જેમાં જીપીએસસી પણ આવી ગયું હતું. બીજી તરફ બોર્ડની કાર્યવાહી પણ થંભી ગઈ હતી. આવા સમયે જે ઉમેદવારોએ પરીક્ષા આપી દીધી હતી તે ઉમેદવારો સહિતનાઓએ બોર્ડના ચેરમેનને ટ્વીટર પર ટ્રોલ કર્યા હતા અને જે પરીક્ષા લેવાઈ છે તેની ફાઈનલ આન્સર કી ડીકલેર કરવાની માંગણી કરી હતી. પરંતુ ચેરમેન તરફથી લાંબા સમયથી કોઈ ઉતર નહી પાઠવવામાં આવતા ઉમેદવારો વધુ ટ્રોલ કર્યા હતા. અંતે વીસેક દિવસના વિરામ બાદ ગઈ રવિવારે રાત્રે ચેરમેન દાસાએ બે ટ્વીટ કરી જવાબો આપ્યા હતા. જેમાં અંતિમ જવાબવહી નહી રજુ કરવાના કારણો દર્શાવવામાં આવ્યા છે જયારે બીજી ટ્વીટ આશિકાના અંદાજમાં રજુ કરી લખ્યું છે કે કુલ ચાર પરીક્ષાની ફાઈનલ આન્સર કી બાકી છે, જા.ક્ર. ૩૨/૧૯-૨૦ અને ૧૫/૩ ના રોજ યોજાયેલ અન્ય ત્રણ પરીક્ષાઓ. નાનકડી સ્પષ્તા જેને ગળે ઉતરે એના માટે….

અહી બેવફા કોઈ નથી થયું, આવતા અઠવાડિયે એફએકે અપલોડ થઇ જશે, છતાં પણ “કુછ તો મજબુરીયા રહી હોગી, યુ નહી કોઈ બેવફા હોતા…”આ ટ્વીતની સામે અનેક ઉમેદવારોએ રી ટ્વીટ કરી જવાબને વધાવી લીધો હતો તો અમુકે સલાહ પણ આપી હતી. જેમાં વિરલ વીરડીયાએ કરેલ રી-ટવીટ કરી સૂચન કર્યું હતું કે જયારે પેપર કાઢ્યો હોય ત્યારે જ જવાબ સાથે આન્સર કી તૈયાર કરવી જોઈએ..જેથી પેપર લેવાયા બાદ તે જ દિવસે આન્સર કી અપલોડ થઇ જાય. આ રી-ટ્વીટ જવાબમાં ચેરમેન દાસાએ વધાવી લઇ જવાબને સાચો ઠેરવ્યો હતો.

NO COMMENTS