જયેશ પટેલના સાગરિત અનિયા લાંબાને વિદેશી હથિયાર કોણે પૂરું પાડ્યું ?

0
876

જામનગર : જામનગર પોલીસના રિમાન્ડ પર રહેલ કુખ્યાત અનિયા લાંબા સહિતના સખ્સોને પોલીસે પડકી પાડી રિમાન્ડ પર લીધા છે ત્યારે રીમાંડના અંતિમ દિવસે અનવરના ઘરેથી પોલીસે એક હથિયાર કબજે કર્યું છે. હથિયાર ઉપરાંત પાંચ કારતૂસ પણ મળી આવ્યા હતા. જેથી પોલીસે હથિયાર અને કારતૂસ કબજે કરી લઇ તેની સામે અલગ ગુનો નોંધાવ્યો છે. નવાગામ ખાતેના અનિયાના નિવાસ સ્થાને ઘોડાના તબેલામાં રહેલા ટાયર માંથી મળી આવેલ સ્પેઇન દેશની બનાવટ વાળું હથિયાર કેટલા સમયથી છે ? ક્યાંથી ખરીદવામાં આવ્યું છે ? કોની પાસેથી ખરીદ્યું છે ? વગેરે બાબતો હાલ અનુત્તર છે. ત્યારે જેલ ઘકેલાયેલ આ શખ્સનો કબજો મેળવી ઉપરોક્ત પ્રશ્નોના ઉત્તર મેળવવા પોલીસ આરોપીનો ફરી કબજો મેળવશે.

એટીએસ અને જામનગર પેરોલ ફર્લો સ્કવોડે  અનવર ઉર્ફે લાંબો અબ્દુલભાઈ ગઢકાઇ અને એજાજ ઉર્ફે એજાજ મામા અનવર ભાઈ સફિયાની જામનગર-રાજકોટ રોડ પર ધ્રોલ નજીક થી ધરપકડ કરી લીધા પછી બંનેને ત્રણ દિવસના રિમાન્ડ પર લેવાયા હતા. જે રિમાન્ડ દરમિયાન આરોપી અનવર ઉર્ફે અનીયા લાંબાએ પોતાના ઘર નજીક સંતાડેલું એક હથિયાર કાઢી આપ્યું હતું. ઉપરાંત પાંચ કારતૂસ પણ કાઢી આપ્યા હતા. જેથી પોલીસે હથિયાર અને કારતૂસ કબજે કરી લઇ તેની સામે અલગ ગુનો નોંધાવ્યો છે. મેઇડ ઇન સ્પેઇન વાળું હથિયાર કેટલા સમયથી છે ? ક્યાંથી ખરીદવામાં આવ્યું છે ? કોની પાસેથી ખરીદ્યું છે ? વગેરે બાબતો હાલ અનુત્તર છે. ત્યારે જેલ ઘકેલાયેલ આ શખ્સનો કબજો મેળવી ઉપરોક્ત પ્રશ્નોના ઉત્તર મેળવવા પોલીસ આરોપીનો ફરી કબજો મેળવશે.

NO COMMENTS