જામનગરના નવા એસપી પ્રેમસૂખ ડેલું કોણ છે? વાંચો

0
3531

જામનગર: આઇપીએસ દીપન ભદ્રન બાદ જામનગરના એસપી તરીકે એએસપી નિતેશ પાંડે કાયદો અને વ્યવસ્થા પર ચાંપતી નજર રાખી વ્યવસ્થા સંભાળી રહ્યા હતા. આજે સત્તાવાર રીતે સરકારે 77 આઇપીએસની બદલી- બઢતીના ઓર્ડર કાઢ્યા છે જેમાં જામનગરને ફરી એક વખત યુવા, તરવારૈયા અને કડક આઇપીએસ મળ્યા છે. વર્ષ 2016ની બેન્ચના આઇપીએસ પ્રેમસૂખ ડેલુંને અમદાવાદ જોન સાતના ડીસીપીમાંથી જામનગર એસપી તરીકે નિમણૂક આપી છે. ત્યારે નવા આઇપીએસ અંગેની તમામ વિગતો અહીં પ્રસ્તુત છે.

આઇપીએસ પ્રેમસુખ ડેલું રાજ્યભરમાં ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે અમદાવાદમાં બુટલેગરો પર તવાઈ નોતરી, આ એક માત્ર એવા આઇપીએસ છે કે જેમને અમદાવાદના બુટલેગરોના બંગલાઓ પર બુલડોઝર ફેરવી પોલીસની ધાક પુનઃ કાયમ કરી છે.

રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં નોખા તાલુકાના રાસીસર ગામમાં જન્મ થયો છે. ખેતીવાડીની સાથે ઊંટગાડી ચલાવતા પિતા રામધન ડેલુંને ત્યાં ૩ એપ્રિલ ૧૯૮૮ના રોજ પ્રેમસૂખ ડેલુંનો જન્મ થયો, ચાર ભાઈ-બહેન પૈકી તેમના ભાઈ રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલ છે. રાજસ્થાનમાં છ વર્ષમાં જુદા જુદા સરકારી પદ તરીકે ૧૨ પદ પર નોકરી મેળવી અનોખી મિસાલ કાયમ કરી છે. રાસીસર ગામે જ પ્રાથમિક શિક્ષણ મેળવી ઉચ્ચ અભ્યાસ ડુંગળ કોલેજમાં લઇ ઇતિહાસ વિષયમાં સ્નાતક થયા હતા. ૨૦૧૦ માં તેઓને સરવેયર (લેખપાલ)ની નોકરી મેળવી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ નોકરી દરમિયાન તેમણે માસ્ટર ઓફ આર્ટસની ડીગ્રી મેળવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી હતી.

વર્ષ ૨૦૧૦માં પ્રથમ પટવારીની નોકરી દરમિયાન તેઓએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ ચાલુ રાખી હતી. જેમાં ગ્રામ સેવક તરીકે પસંદગી થઇ પણ નોકરી જોઈન ન કરી, ત્યારબાદ રાજ્સ્થાન પોલીસમાં પીએસઆઈ તરીકે પસંદગી પામ્યા હતા. પોલીસ ફોર્સમાં જ રહી જેલર તરીકેની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં ટોપ કર્યું, આ નોકરી બાદ ટીડીઓની નોકરી પણ કરી, આ નોકરી બાદ તેઓએ નેટ પાસ કરી પ્રોફેસર તરીકે કાર્યરત થયા, જો કે બીજા પ્રયત્ને યુપીએસસી પાસ કર્યા બાદ તેઓ ગુજરાત કેડરના આઈપીએસ તરીકેની કારકિર્દીની નવી શરૂઆત કરી છ વર્ષમાં બારમી નોકરી બદલાવી હતી. જો કે ડેલુંનું સ્વપ્નું આઈએએસ બનવાનું છે.ગુજરાત કેડરના આઇપીએસ થયા બાદ તેઓએ રાજસ્થાનના શિક્ષક દંપતીની પુત્રી ભાનુશ્રી સાથે વર્ષ 2021માં લગ્ન કર્યા છે.

જામનગરમાં નવા એસપીનું સ્વાગત છે ત્યારે જિલ્લામાં જમીન માફિયા, વ્યાજખોરોના ત્રાસ અને જમીન પેસકદમી, વિદેશી દારૂ અને રેતી સહિતની ખનીજ ચોરી તેમજ વધતા જતા સાયબર ક્રાઈમ તેમજ કેફી દ્રવ્યના નશાનો કારોબાર ચેલેન્જ રહેશે. આ બદીઓને નાથવાની વિશેષ જવાબદારી રહેશે, નવા આઈપીએસના નેતૃત્વમાં જિલ્લામાં ક્રાઈમનો ગ્રાફ ઘટે અને કાયદો વ્યવસ્થા વધુ સારી બને તેવી અપેક્ષાઓ જિલ્લાવાસીઓ સેવી રહ્યા છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here