મેયર કોણ ? : આ 26 મહિલાઓમાંથી પ્રથમ નાગરિક કોણ ? BJPનું ગણિત છે કઈક આવું ?

0
893

જામનગર મહાનગર પાલિકામાં આ વખતે ઈતિહાસ રચાયો છે. પ્રથમ વખત ૧૬ પૈકીના ૧૦ વોર્ડમાં ભાજપાની પેનલ એટલે કે ચારેય ઉમેદવારોનો વિજય થયો છે. એ પણ તોતિંગ બહુમતીથી, તો બીજી તરફ પદાધિકારીઓના રોટેશન પણ નિશ્ચિત કરી નાખવામાં આવ્યા છે જેમાં પ્રથમ અઢી વર્ષમાટે સામાન્ય મહિલા અનામત વર્ગ માટે અનામત રહેશે. જેને લઈને ભાજપના ચૂંટાયેલ 26  મહિલા કોર્પોરેટરોમાંથી કોણ મેયર બનશે એની ચર્ચાઓ હવે વિધ્યમાન બનશે.

વિજેતા બનેલ મહિલાઓ પૈકી સૌથી મોખરે નામ છે તે બીજી ટર્મમાં ચુટાયેલ વોર્ડ નંબર પાંચના નગરસેવિકા બીનાબેન કોઠારી, બીનાબેન ગત ટર્મમાં આરોગ્ય શાખાની કમાન પણ સોંપવામાં આવી હતી. જયારે બીજા નંબરે ડીમ્પલબેન રાવલ, ક્રિષ્નાબેન સોઢા અને કુસુમબેન પંડ્યા અને જડીબેન સરવૈયાનું નામ ચર્ચામાં છે. ડીમ્પલબેન રાવલ, કુસુમબેનની સિનીયોરીટી ઉપરાંત શિક્ષણ અને સામાજિક કાર્યોના ભાથાનો પણ લાભ મળી શકે છે. જયારે અલ્કાબા જાડેજા અને જડીબેનની સીનીયોરીટી પણ તેઓને પદ અપાવી શકે છે. જયારે અન્ય મહિલાઓમાં દિશાબેન અમીરભાઇ ભારાઇ, પન્નાબેન રાજેશભાઇ કટારીયા, પૂર્વ દંડક જડીબેન નારણભાઇ સરવૈયા,સરોજબેન જયંતીભાઇ વિરાણી, હર્શાબા જાડેજા, લાભુબેન કનુભાઇ બંધીયા, પ્રભાબેન કિશોરભાઇ ગોરેચા, સોનલબેન યોગેશભાઇ કણજારીયા, તૃપ્તીબેન સુનિલભાઇ ખેતીયા, ધરમીનાબેન ગુણવંતભાઇ સોઢા, કુસુમબેન હરિહરભાઇ પંડ્યા, આશાબેન નટુભાઇ રાઠોડ, ક્રિષ્નાબેન કમલેશભાઇ સોઢા, હર્ષાબેન હિનલભાઇ વિરસોડીયા, તરૂણાબેન ભરતભાઇ પરમાર, પ્રવિણાબેન જેરામભાઇ રૂપાળીયા, બબીતાબેન મુકેશભાઇ લાલવાની, શારદાબેન ખીમજીભાઇ  વિંઝુડા, લીલાબેન ભદ્રા, ગીતાબા મહાવીર જાડેજા અને ભારતીબેન અશોકભાઇ ભંડેરીનો સમાવેશ થાય છે.

જો કે ભાજપની પ્રણાલી રહી છે એક જે નામની ચર્ચા હોય એ નામ ક્યારેય હોદ્દા સુધી પહોચતું નથી. પરંતુ એવું પણ બન્યું છે કે તમામ પાસાઓ બંધ બેસતા આવે તો જે નામની ચર્ચાઓ હોય તેની પર પણ પસંદગી ઉતરી શકે છે. આગામી પખવાડિયામાં નવી બોડીની રચના થઇ જશે ત્યારે નવા મેયરનો ચહેરો નગરને  મળી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here