આજે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ, ક્યાં ક્યા દેખાશે ? કેવી અસર પડશે ? જાણો

0
743

જામનગર : વર્ષ ૨૦૨૧નું પ્રથમ ચંદ્રગ્રહણ આજે થવા જઈ રહ્યું છે. બપોરથી શરુ થનારું આ ગ્રહણ ત્રણ કલાક અને આઠ મિનીટ સુધી ચાલશે. આ ગ્રહણ પૂર્વ એશિયા ઉપરાંત અમેરિકા સહિતના દેશોમાં દેખાશે. જ્યોતિષના અંદાજા મુજબ આ ગ્રહણ બે રાશીઓ પર અસર કરશે.

આજે બુધવારે આ વર્ષનું પ્રથમ ચન્દ્રગ્રહણ થશે. બપોરે ત્રણ વાગ્યાને ૧૪ મીનીટે આ ગ્રહણની શરૂઆત થશે. જોનો મધ્યકાળ ચાર વાગ્યાને ૪૮ મિનીટે રહેશે. જયારે સંપૂર્ણ ગ્રહણ ૬:૨૨ મીનીટે પૂર્ણ થશે.જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ ગ્રહણ વૃશ્ચિક રાશિમાં અને અનુરાધા નક્ષત્રમાં થવાનું હોવાથી વૃશ્ચિક અને વૃષભ રાશિ ધરાવતા જાતકોએ ગ્રહણના ત્રણ કલાકના સમયગાળા દરમિયાન સાવચેતી રાખવી જરૂરી છે. જો કે આ બે ઉપરાંત અન્ય  રાશીઓ પર અશર થવાની સંભાવના ઓછી છે. આ વર્ષનું પ્રથમ પૂર્ણ ચંદ્રગ્રહણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા, પ્રશાંત મહાસાગર અને અમેરિકામાં પૂર્ણ સ્વરૂપે દેખાશે. ભારતના પૂર્વોત્તર રાજ્યોના અમુક વિસ્તારોમાં ઉપછાયા ગ્રહણની જેમ જોવા મળશે. આ ગ્રહણ જળ તત્વની વૃશ્ચિક રાશિમાં થનાર હોવાથી જ્યાં તે સંપૂર્ણ દેખાવાનું છે ત્યાં કુદરતી આપત્તિઓ આવે એમ જ્યોતિષશાસ્ત્રનો મત છે.
કોઈપણ ગ્રહણ સમયે સૂતકકાળને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો કે આજનું ગ્રહણ ઉપછાયા ગ્રહણ હોવાથી સૂતકકાળ માન્ય નહીં રહે એમ જ્યોતિષીઓનો મત છે.

કેવી રીતે થાય છે ચંદ્રગ્રહણ ? શું છે વૈજ્ઞાનિક તથ્ય ?

બ્રહ્માંડમાં પૃથ્વી સૂર્યની ફરતે ચક્કર લગાવે છે. જયારે ચંદ્ર પૃથ્વીને ફરતે પ્રદક્ષિણા કરે છે. નિત પ્રક્રિયા દરમિયાન આ સૂર્ય અને ચંદ્રની ગતીને અનુલક્ષીને એકબીજા પર પ્રભાવ પાડે છે. જેમાં સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જાય છે. જેથી સૂર્યનો પડછાયો ચંદ્ર પર પડતો નથી અને ચંદ્ર પૃથ્વીના પડછાયામાં ઢંકાય જાય છે. જે ચંદ્રગ્રહણ કહેવાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here