મોરબી નજીક માલવણ ચોકડી પાસે વાહનો રોકાવી રૂપિયાની ઉઘરાણી કરતા ત્રણ નકલી પોલીસ જવાનોને સ્થાનિક એસીબીએ 200 રૂપિયાની લાંચ લેતા પકડી પાડયા છે.
મોરબી નજીક દસાડા થી માલવણ ચોકડીની વચ્ચે દસાડાથી પાટડી સુધીમા સાવલા ગામ પાસે ટ્રક તથા અન્ય વાહનોના ચાલકોને હેરાન કરી ત્રણ શખ્સો પોલીસના નામે વાહનો પાસેથી રૂ.100 થી રૂ.1000 સુધીની ગેરકાયદેસર લાંચની માંગણી કરી પૈસા પડાવે છે. આવી ચોક્કસ હકીકત મોરબી એસીબી ના પીઆઇ જે એમ હાલ ને મળી હતી જેને દઈને એસીબી ની ટીમ દ્વારા આજે ઉપરોક્ત સ્થળે એકોઈ તરીકે વ્યક્તિને સાથે રાખી છટકો ગોઠવવામાં આવ્યું હતું. જેમાં મયુદિન કેશુભાઈ સોલંકી નામનો શખ્સ ડિકોય પાસેથી રૂપિયા 200ની લાંચ લેતો આબાદ પકડાયો હતો. જ્યારે આ શખ્સની સાથે તેના બે સાગરીતો ઇમરાન અબ્દુલ ઢમઢમા અને અવેશ સીકંદર પરમાર પણ આબાદ પકડાઈ ગયા હતા. પોલીસે ત્રણેય પાસે થી ત્રણ મોબાઈલ તથા પોલીસનું બોર્ડ લગાવેલ અલ્ટો કાર તથા રોકડા રૂપિયા 20,810નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મોરબી એસીબીએ આરોપીઓને ડિટેઇન કરી આગળ ની કાર્યવાહી કરેલ છે.