મહિલાઓના વેશમાં પુરુષો રાત્રે બહાર નીકળતા, કરતા આવું ગંદુ કામ, જાણી ચોકી જશો

0
990

જામનગર: સમાજમાં સામાજિક ધુરાને આગળ લઇ જતા સંબંધો જ સમાજનો વિકાસ કરે છે પરંતુ વર્તમાન સમયમાં સમાજમાં ફેલાયેલી બદીઓના કારણે અનેક શખ્સો વિકૃત તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે. આવો એક કિસ્સો બરોડાથી સામે આવ્યો છે. જેમાં પુરૂષો મહિલાઓનો ડ્રેસ ધારણ કરી રાત્રીના સમયે પુરૂષોને લલચાવી તેની સાથે અપ્રાકૃત સંબંધો બાંધી પૈસા પડાવતા હોવાનું સામે આવ્યું છે.


પ્રતાપગંજ પોલીસ ચોકીની સામેના ખાડામાં ઉભા રહીને મહિલાનો ડ્રેસ પહેરેલ રજનીકાંત કાનજીભાઇ પરમાર આવતા જતા પુરૂષોની સાથે નિર્લજ્જ વર્તન કરતા મળી આવ્યા હતા. આ શખ્સ ડભોઇનો હોવાનો અને કેટલાય સમયથી બરોડામાં રહી મજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યું છે. જયારે વીટકોષ બસ સ્ટેશન પાસેના સુલર્ભ શૌચાલ્ય પાસે ઉભા રહી મહિલાના કપડા ધારણ કરી રજનીકાંતની જેમ જ પુરૂષોને બિભત્સ ઇશારા કરી લલચાવી રહેલા પ્રવિણ મગનલાલ ઠાકોર અને બાલાજી આલાજી ગહેલોત નામના શખ્સોને પકડી લેવામાં આવ્યા હતા. આ શખ્સ બરોડામાં જ કિશન વાડીમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. જયારે અન્ય બાલાજી નામનો શખ્સ વાસણાની શ્રીમ સોસાયટીમાં રહેતો હોવાનું સામે આવ્યું છે.
આ ત્રણેય શખ્સો કેટલાય સમયથી રાત્રીના ભાગે સ્ત્રીવેશ ધારણ કરી પુરૂષોને લલચાવી તેની સાથે સૃષ્ટિ વિરૂધ્ધના સંબંધો બાંધતા હોવાનું અને પૈસા પડાવતા હોવાનું સામે આવ્યું છે. આ ત્રણેય શખ્સો સમયાંતરે ધોરીમાર્ગ પર જઇ રાત્રે આ જ રીતે ટ્રક ચાલકોને પણ લલચાવી આવુ જ કૃત્ય કરી પૈસા પડાવતા હોવાની કબુલાત કરી છે.  મહિલાના ડ્રેસમાં પુરૂષો દ્વારા ચલાવવામાં આવી રહેલા આ ગોરખ ધંધાનો પોલીસે પર્દાફાશ કરી ફરિયાદ નોંધી આગળની તજવીજ હાથ ધરી છે. 

NO COMMENTS