આવકાર : આવતા સત્રથી પ્રથમ વખત છોકરીઓ પણ બાલાચડી સૈનિક સ્કુલમાં ભણતી જોવા મળશે, આવો છે પ્રવેશ કાર્યક્રમ

0
623

જામનગર અપડેટ્સ : રાજ્યનની અગ્રગણ્ય એવી બાલાચડી સૈનિક સ્કુલમાં હવે છોકરીઓ પણ અભ્યાસની સાથે શારીરિક સશક્તિકરણના પાઠ પણ ભણશે, આગામી વર્ષથી ધોરણ છમાં છોકરીઓને પણ પ્રવેશ આપવામાં આવશે. જો કે છોકરાઓની સામ્પેક્ષમાં માત્ર દસ ટકા જ બેઠકો પર છોકરીઓને જગ્યા અપવામાં આવશે, જેના માટે અલગથી હોસ્ટેલની વ્યવસ્થા પણ ઉપ્લબધ કરી દેવામાં આવી છે.


રાજ્યમાં જેની નામના છે તે જામનગર-બાલાચડીની સૈનિક સ્કૂલમાં આગામી સત્રથી મહત્વનો ફેરફાર થવા જઈ રહ્યો છે. આગામી શૈક્ષણિક સત્રના છઠ્ઠા ધોરણમાં છોકરીઓને પ્રવેશ આપવા તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઈ છે. જો કે, કુલ ખાલી જગ્યાના દસ ટકા અથવા ઓછામાં ઓછા દસ જગ્યામાં જે વધારે હશે તે છોકરીઓ માટે અનામત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં અભ્યાસની સાથે છોકરીઓને વિશેષ છાત્રાલય અને તેને સંલગ્ન વયાવાસ્તઃ ઉભી કરવામાં આવી છે. ભણતરની સાથે સાથે છોકરાઓને જે લશ્કરી તાલીમ આપવામાં આવે છે તે જ તાલીમ છોકરીઓને પણ આપવામાં આવશે. આવતા વર્ષે પ્રથમ વખત નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા સૈનિક સ્કૂલ માટેની પ્રવેશ પરીક્ષા હાથ ધરવામાં આવશે. તારીખ ૨૦ ઓક્ટોબર ૨૦૨૦ થી ૧૯ નવેમ્બર ૨૦૨૦ દરમિયાન પ્રવેશ પ્રકિયાના ફોર્મ ઓનલાઈન ભરાશે જયારે   ૧૦ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ પ્રવેશ પરીક્ષા લેવાશે. આ પ્રવેશ પ્રક્રિયા વિશેની જાણકારી www.nta.ac.in પર ઓનલાઈન જોઈ સકાય છે. અરજી કરવામાં માટે https://aissee.nta.nic.ac.in  સાઈટ પર ઓનલાઈન અરજી થઇ શકશે.

NO COMMENTS