જામનગર અપડેટ્સ : જામનગર શહેરમાં રસીકરણ પ્રત્યે જાગૃતિ લઇ આવવા મહાનગર પાલિકા કઠોર નિર્ણય પર ઉતરી આવી છે. જો ત્રણ દિવસમાં રસીકરણ નહી કરાવે તો જે તે વ્યક્તિને મહાનગર પાલિકાની માલિકી હસ્તકની જાહેર જગ્યાઓ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવશે. પ્રથમ અને બીજા ડોઝને લાયક વ્યક્તિઓને માટે કોરોના વેક્સીનેશન ફરજીયાત બનાવાયું છે.
હાલમાં ગુજરાત રાજય સહિત જામનગર શહેરમાં કોવિડ–૧૯ મહામારીને પહોંચી વળવા તથા લોકોને આ રોગથી રક્ષદ્ગ મળે તે માટે મોટાપાયે વેકસીનેશનની કામગીરી ચાલી રહેલ છે. તેમજ અત્યાર સુધીમાં જામનગર શહેરના નાગરિકોને કુલ ૨,૩૮,૯૯૩ ડોઝ આપવામાં આવેલ છે. જેમાં પ્રથમ ડોઝ ૪,૨૦,૧૮૩ અને બીજો ડોઝ ૨,૧૮,૮૧૦ આપવામાં આવેલ છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ લોકોને કોવિડ–૧૯ વેકસીન મળી રહે તે માટે મહત્તમ પ્રયત્નો કરવામાં આવી રહેલ છે. તમામ અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનીટી હોલ, શાળાઓમાં, સ્લમ વિસ્તારમાં જઈને વેકસીનની કામગીરી હાથ ધરવામાં આવે છે. તેમજ જામનગર મહાનગરપાલિકા ધ્વારા શહેરના ૧૮ વર્ષથી વધુ ઉંમરના તમામ વ્યકિતઓને ૧૦૦ % પ્રથમ ડેઝ મળી રહે તેના ભાગરૂપે વેકસીન મહાઅભિયાન સંપન્ન ક૨વામાં આવેલ છે,
જામનગર મહાનગરપાલિકા દ્વારા કાર્યરત સ્પોર્ટસ કોમ્લેક્ષ, લાખોટા મ્યુઝીયમ, રણમલ લેક, તમામ સીવીક સેન્ટર, વોર્ડ ઓફિસ, માં કાર્ડ સેન્ટર, આધાર કાર્ડ સેન્ટર, શહેરમાં આવેલ જુદા-જુદા ગાર્ડન અને જામનગર મહાનગરપાલિકાની તમામ બિલ્ડિીંગમાં પ્રવેશ પહેલા કોવિડ વિકસીનેશનના સર્ટિફિકેટ બાબતે આગ્રહ રાખવામાં આવશે. આમ કોવિડ–૧૯ વેકસીનેશન માટે લાયકાત ધરાવતા ૧૮ વર્ષથી વધુ ઉંમરના જે લોકોએ પ્રથમ ડોઝ લીધેલ ન હોય તેમજ જેઓ બીજા ડોઝની પાત્રતા ધરાવતા હોય તેમ છતાં પણ બીજો ડોઝ ન લીધેલ હોય તેવા વ્યકિતઓને ઉપરોકતજગ્યાએ તા.૦૧/૧૦/૨૦૨૧, શુક્રવારથી પ્રવેશ આપવામાં આવશે નહીં. આમ, જામનગર શહેરની જનતાને પોતાના રહેલાંક વિસ્તારમાં અને ધંધાકીય એકમો સાથે સંકળાયેલા તમામ વ્યકિતઓ વેકસીન મેળવી લે તે સુનિશ્ચિત કરવા જણાવવામાં આવે છે.