જામનગર અપડેટ્સ : હાલ ચોમાસાની સિઝન હોવાથી ખેતી માટે ઉપયોગી દવા-બીયારણના વેચાણમાં વધારો થઈ રહ્યો છે. આવા સંજોગોમાં નાણાં કમાઈ લેવાની લ્હાયમાં અમુક વેપારીઓ બજારમાં નકલી દવા કે બીયારણ વહેંચી ખેડૂતો સાથે છેતરપિંડી કારી રહ્યા હોવાની ખેડૂતોમાથી ફરીયાદ ઉઠી રહી છે. ત્યારે જામનગરના લાલપુર બાયપાસ નજીક આવેલા એગ્રોમાં નકલી દવા વેચાતી હોવાની દવા કંપનીને ફરિયાદ મળતાં દિલ્હીથી કંપનીના કર્મચારીઓ દોડી આવ્યા હતા. જ્યાં તાપસ દરમિયાન એગ્રોમાંથી તેની કંપનીના નામે નકલી દવાનો જથ્થો મળી આવ્યો હતો. જે માટે પોલિસને જાણ કરાય હતી પરંતુ પોલિસ દ્વારા સહકાર ન અપાયો હોવાના આક્ષેપો થાય છે.
જામનગરના લાલપુર બાયપાસ નજીક આવેલ નેશનલ એગ્રો સેન્ટરમાં નકલી દવાનું વેચાણ કરવામાં આવતું હોવાની દવા બનાવની કંપનીનો ખેડુતોની ફરીયાદ મળતા જામનગરના નેશનલ એગ્રોમાં દિલ્હીથી કંપનીના જવાબદાર કર્મીઓ તપાસ અર્થે દોડી આવ્યા હતા. જ્યાં તાપસ દરમિયાન દુકાનમાંથી નકલી દવાનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં 150 એમએલની 97 બોટલ તથા બે ખાલી બોકસ મળી આવ્યા હતા. જેમાં 80 બોટલનુ વેચાણ કરાયું હોવાનુ અનુમાન લગાવાય રહ્યું છે. એક બોટલની કીમત અંદાજે 2700 રૂપિયા હોય છે.વધુમાં 30 એમએલની 10 બોટલ મળી આવી હતી જેની અંદાજીત કિમત 450 હોય છે. આ તકે એગ્રોની દુકાનદારે દવા ઓનલાઈન ખરીદી કરી હોય અને નકલી કે અસલી વિશે પોતે અજાણ હોવાનો બચાવ કર્યો હતો. વધુમાં કંપનીના કર્મચારીઓને બહાર જવાનુ દુકાનદારે જાણવી મહિલા કર્મચારીને બહાર નિકળી જવા ઝપાઝપી કરી હતી. તપાસમાં સ્થાનિક પોલીસે સહકાર ન આપ્યો હોવાના આક્ષેપો થયા છે.
ઉલ્લેખનિય છે કે ખરીફ સિઝન દરમિયાન ખેડુતોને ખેતી માટે જંતુનાશક દવાની જરૂરીયાત વધુ હોય છે ત્યારે બજારમાં સસ્તી મળતી દવાથી નકલી હોવાની ફરીયાદ વધી છે. આવા સંજોગોમાં કંપની દ્રારા સ્થળ તપાસ કરીને તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ સ્થાનિક તંત્રનો સહકાર ન મળતા કાર્યવાહીમાં મુશ્કેલી સર્જાતી હોવાથી નકલી દવાનું દુષણ વધી રહ્યું છે.