જામનગર: પતિના દીર્ઘાયુ માટે દર વર્ષે પત્નીઓ દ્વારા મનાવવામાં આવતા કરવા ચોથના વ્રતની જામનગરમાં ઉજવણી કરવામાં આવી છે. શહેરમાં વસતા ઉતર ભારતીયો દ્વારા આ ઉત્સવની ઉપવાસ રાખી ઉજવણી કરવામાં આવી હતી. બહેનોએ મોડી રાત્રે ચાંદની સાથે પતી સરખાવી ઉપવાસના પારણાં કરી એક સાથે ભોજન લીધું હતું. ખાસ કરીને અઢીસોથી વધુ મહેશ્વરી સમાજની મહિલાઓએ એકત્ર થઇ સામુહિક ઉજવણી કરી હતી.
સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા સદીઓથી ચાલી આવતી પરંપરાને આ વખતે પણ નિભાવવામાં આવી હતી. જેમાં પતિના દીર્ઘાયુષ્ય માટે કરવા ચોથનું વૃત ઉજવ્યું હતું.ચોથ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. જે કૃષ્ણ પક્ષના ચતુર્થીની તિથિમાં આ વ્રત રાખવામાં આવે છે. જે અંતર્ગત બુધવારે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વ્રત રાખવામાં આવ્યું હતું. સૂર્યોદય પહેલાં વ્રત શરૂ થાય છે, અને ચંદ્રના દર્શન કરીને પૂર્ણ થાય છે. જેમાં ઉત્તર ભારતીય સમાજના બહેનો દ્વારા ગઈકાલે સાંજે આ વ્રતની ઉજવણી કરવામાં આવી હતી.
આ દિવસે મુખ્ય રીતે ગૌરી અને ગણપતિ ની પૂજા કરવામાં આવે છે અને શિવ કાર્તિકેય અને ચંદ્રનું પૂજન પણ થાય છે. અગાસી પર પાણીનો લોટો અને પૂજાની થાળી તેમજ ચારણી સાથે સૌભાગ્યવતી સ્ત્રીઓ ઉપસ્થિત થઇ, ચંદ્રના દર્શન કર્યા પછી પોતાના પતિ ના મુખનું દર્શન કરીને તેઓના હાથે જ વ્રતના પારણા કર્યા હતા.