Video : મેડીકલ સ્ટોર સંચાલકના આપઘાત બાદ બંને તહોમતદાર એસપીને રજુઆત કરવા પહોચ્યા..સાંભળો શું કહ્યું ?

0
1308

જામનગર અપડેટ્સ : શનિવારે મેડીકલ સંચાલકે આપઘાત કરી લીધો છે. જામનગરના જ ભૂ માફિયાઓના ત્રાસના કારણે આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી હતી. પોલીસે મૃતકની સુસાઈડનોટના આધારે બંને ભૂ માફિયાઓ સામે ફરિયાદ નોંધી હતી.

પોલીસ બંને તહોમતદારોની શોધખોળ શરુ કરે તે પૂર્વે બંને આજે નાટકીય રીતે જીલ્લા પોલીસ વડાને મળવા પહોચ્યા હતા અને પોતાનો પક્ષ રજુ કરવા રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે એસપી બંને આરોપીઓને મળ્યા ન હતા. પરંતુ બંને આરોપીઓ જેવા એસપી કચેરી બહાર આવ્યા કે તુરંત સીટી સી ડીવીજન પોલીસે બંને આરોપીઓનો કબજો સંભાળ્યો હતો અને બંનેને ડીવીજન લઇ ગઈ હતી.

આ ઘટમાળ વચ્ચે બંને આરોપીઓએ પોતે નિર્દોષ હોવાના દાવા રજુ કરી, સુસાઈડ નોટની ખરાઈ કરવા તેમજ મૃતક અને તેની પત્નીની મોબાઈલ કોલ ડીટેઇલ કઢાવતા જ સત્ય સામે આવશે તેવો દાવો પણ કર્યો હતો. હાલ સીટી સી ડીવીજન પોલીસે બંનેનો કોરોના ટેસ્ટ હાથ ધર્યો છે. રિપોર્ટ આવ્યા બાદ બંનેની ધરપકડ કરવામાં આવશે એમ ઇન્ચાર્જ પીઆઈ કે એલ ગાધેએ જણાવ્યું છે.

સાંભળો બંને તહોમતદારોએ કેવા ખુલાસા શું કર્યા…..

તહોમતદાર કનુ નંદાણીયા અને રમણ મોરજરીયાએ આમ કહ્યું…….

NO COMMENTS