જામનગર અપડેટ્સ :જામનગર સહિત સમગ્ર હાલાર પર કાતિલ ઠંડીની આગોસમાં સમેટાઈ ગયું, આજે તાપમાનનો પારો વધુ ગગડતાં સમગ્ર હાલારીઓએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો છે. બીજી તરફ સ્થાનિક સ્વરાજયની ચુંટણીને લઈને કોંગ્રેસમાં સળવળાટ શરુ થયો છે. બે દિવસબાદ કોગ્રેસના નિરીક્ષકો જામનગરની મુલાકત કરશે, જયારે નવ વર્ષ પૂર્વેના હત્યા પ્રકરણમાં લાલપુર કોર્ટે આરોપીને આજીવન સજા કરી દાખલો બેસાડ્યો છે.
![](https://www.jamnagarupdates.com/wp-content/uploads/2021/01/updates.jpg)
(૧) જામનગર શહેર-જીલ્લા સહીત સમગ્ર હાલારમાં બરાબરનો શિયાળો જામી ગયો છે. આજે મોષમનો સૌથી ઠંડો દિવસ જાહેર થયો છે. આજે તાપમાનનો પારી ૭.૫ ડીગ્રીએ રહેતા જનજીવન પ્રભાવિત થયું છે.
(૨) કોરોના કહેર યથાવત રહ્યો છે. આજે વધુ બે દર્દીઓના મૃત્યુ નીપજ્યા છે. જયારે સાંજે પાંચ વાગ્યાના રીપોર્ટ મુજબ આજે ગ્રામ્યમાં પાંચ અને શહેરમા વધુ આઠ મળી ૧૩ દર્દીઓ નોંધાયા છે.
(૩) જીલ્લા સહકારી બેંકની ચુંટણીમાં ફરી વળાંક આવ્યો છે. પૂર્વ ડાયરેક્ટર દિલીપ નથવાણીના નિધન બાદ તેની ચાર બેઠક પરની દાવેદારી વાળી બેઠક પર ચૂંટણી યોજવાનો નિર્ણય લેવાયો છે. તો વધુ એક બેઠક બિન હરીફ થતા હવે ૧૪ માંથી નવ બેઠક પર મતદાન યોજાશે.
(૫) મહાપાલિકાની ચૂંટણીનો ધમધમાટ હવે કોગ્રેસ દ્વારા પણ શરુ કરી દેવાયો હોય તેમ આગામી બે દિવસ બાદ પ્રભારીની ટીમ જામનગર આવશે, સંભવિત ઉમેદવારોની સેન્સ લેશે. જેના આધારે ઉમેદવાર નક્કી થશે એમ શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા અને પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફીએ જણાવ્યું છે.
(૬) જામનગરમાં ત્રણ જુગાર દરોડામાં સાત મહિલાઓ સહીત ૧૩ સખ્સોને પોલીસે પકડી પાડ્યા છે.
(૭) નવ વર્ષ પૂર્વેના હત્યા પ્રકરણના આરોપીને લાલપુર કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે.
(૮) જામજોધપુર પંથકમાં ૧૨૦ કરોડના લાઈમ સ્ટોન ખનીજ ચોરીમાં સરકાર ચુપ, છેક તકેદારી આયોગ સુધી પ્રકરણ પહોચ્યું (૯) અમદાવાદમાં ૮૭ લાખ રૂપિયાના હવાલા કૌભાંડની તપાસ ગુજસીટોક પ્રકરણ સુધી પહોચવાના આસાર