અપડેટ્સ : છેલ્લા ૨૪ કલાકના મુખ્ય સમાચારોનું સરવૈયું…

0
539

જામનગર : જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં બનેલી મહત્વની ઘટનાઓ અને સમાચારો પર એક નજર કરીએ..

(૧) જામનગર શહેર સહિત જીલ્લાભરમાં કાતિલ શિયાળાની મોષમ, તાપમાનનો પારો બે ડીગ્રી નીચે  ઉતરી જતા આજે સવાર નોંધાયું ૭.૫ તાપમાન, આજે મોષમનો સૌથી ઠંડો દિવસ, જનજીવન પ્રભાવીત થયું

(૨) બંને જીલ્લામાં સૌથી ચર્ચામાં રહેલ જીલ્લા સહકારી બેંકની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું, કુલ ૧૪ માંથી ચાર બેઠક (દ્વારકા, કલ્યાણપુર, લાલપુર અને ખંભાલીયા) બિનહરીફ, એક ઉમેદવારનું મોત થતા ચાર બેઠક ની ચૂંટણી મુલતવી રાખવામાં આવી, ધ્રોલ અને જામજોધપુર બેઠક પર ત્રણ જયારે જોડિયા અને જામનગર બેઠક પર બબ્બે ઉમેદવાર, ગુજસીટોકના આરોપી વસરામ આહીર સહિત ૧૧ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, દસ બેઠક માટે આજે હરીફ ઉમેદવારોની યાદ થશે જાહેર

(૩) કોરોનાની વણથંભી રફતાર, બે મોત, ૧૮ નવા દર્દીઓ નોંધાયા

(૪) ફિક્સ પગાર ધારક પોલીસકર્મીઓની સમય મર્યાદામાં ઘટાડો કરી પગાર વધારાની માંગણી કરવામાં આવી

(૫) કામદાર વાડીમાં ચાલતા શેલ પર મહાનગરપાલિકાની કાર્યવાહી, સામાજિક અંતર નહી જળવાતા રૂપિયા દસ હજારનો દંડ અને સેલ બંધ કરાવાયો

(૬) ખંભાલીયા નજીક બે અકસ્માતમાં ત્રણના મોતથી હાલારમાં માતમ છવાયો

(૭) વચગાળાના જામીન પર જેલમાંથી છુટેલ સખ્સો હાજર નહી થતા એસઓજીએ ત્રણેયને પકડી પાડ્યા

(૮) જામજોધપુરમાં ક્રિકેટનો ડબ્બો પકડાયો, બે સખ્સોની ધરપકડ, છ પંટરો ફરાર

(૯) સાત હથિયારો સાથે પકડાયેલ બંને આરોપીઓના આજે એક દિવસના રિમાન્ડ પૂર્ણ થશે, વડોદરાના સખ્સનો શોધખોળ

(૧૦) દ્વારકા જમીન કૌભાંડના આરોપીની અટકાયત, કોવિડ ટેસ્ટ કરાવવા સહિતની કાર્યવાહી

NO COMMENTS