જામનગર : આજે મોડી સાંજે એક યુગલે સજોડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવના પગલે પોલીસ અને 108ની ટિમ સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શ્રમિક યુગલ વચ્ચે પાંગરેલ પ્રેમ સંસારમાં પરિવર્તન ન પામવાના સર્જાયેલ આસારને લઈને બંનેએ એક સાથે મોત વ્હાલું કર્યું હોવાની વિગતો પોલીસમાં જાહેર થઇ છે.
જામનગરમાં આજે વધુ એક કરુંણ ઘટના પ્રકાશમાં આવી છે.જેમાં શહેરના રણજિત સાગર રોડ પર કીર્તિ પાન પાછળના વિસ્તારમાં રક ઝાડ સાથે દોરી બાંધી યુગલે સજોડે આપઘાત કર્યો છે. અનિલભાઈ ધુલિયાવ્હાઈ કેદાભાદી ઉવ 21 અને કમાબેન ગુડડું ભાઈ ભુરિયા ઉવ20 નામની યુવતીએ અહીં જ મજૂરી કામ કરતા હોવાની વિગતો જાણવા મળી છે.
મૂળ મધ્યપ્રદેશના જામ્બુઆ જીલ્લાથી અત્રે શ્રમિક પરિવાર મજુરી કામ કરવા આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવાન અને યુવતી અપરણિત અને બંને વચ્ચે પ્રેમ સબંધ હોવાની વિગતો સામે આવી છે. સબંધમાં બંને મામા-ફઈના પિતરાઈ થતા હોવાનું પણ જાહેર થયું છે. પ્રેમ સબંધમાં એક નહિ થઇ શકવાની સંભાવનાઓને લઈએ બંનેએ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલોસે બંનેના દેહને હોસ્પિટલ ખસેડયા છે. આ બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.