અતૂટ પ્રેમ : એક સાથે સંસારની શરૂઆત, એક સાથે અનંત યાત્રાએ પણ.. અનોખી દાસ્તાન જામનગરના યુગલની

0
1942

જામનગર અપડેટ્સ:

બને યૂઁ હમસફર સાઁસે ચલી એકસાથ
મિલન કે દિન હી મુક્તિ ભી મિલી એકસાથ

આપણી સંસ્કૃતિમાં લગ્નને સાત જન્મનું બંધન માનવામાં આવે છે પરંતુ જૂજ એવા ઉદાહરણ હોય છે જેમાં દંપતિ આ માન્યતાને સત્ય સિદ્ધ કરી દે છે. જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં વસવાટ કરતા 90 વર્ષીય શાંતિલાલ કાકુભાઇ કાનાબાર અને તેમનાં પત્ની 85 વર્ષીય પત્ની નિર્મળાબેન શાંતિલાલ કાનાબારની આજે મેરેજ એનિવર્સરી એટલે કે લગ્નદિન હતો. અને આજે જ બંન્ને એ એકસાથે વિશ્વમાંથી વિદાય લેતા દુર્લભ સંયોગ રચાયો હતો.


ટાઉનહોલ વિસ્તારમાં રાજ મોબાઈલ નામની દુકાન ધરાવતા કાનાબાર પરીવારનાં વડીલ નિર્મળાબેનને ગત રાત્રે હ્રદય રોગનો હુમલો આવતાં તેમનું અવસાન થયું હતું તેનાં થોડાક જ કલાકો પછી તેમનાં પતિ શાંતિલાલભાઇને પણ આજે વહેલી સવારે હ્રદયરોગનો હુમલો આવતા તેમનું પણ અવસાન થતા પરીવારે એકસાથે વયોવૃધ્ધ માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી. શાંતિલાલ અને નિર્મળાબેન બંનેએ હ્રદયરોગનાં કારણે એકસાથે શ્વાસ છોડ્યા અને લગ્નદિને જ બંનેની અંતિમ ક્રિયા પણ એક સાથે થઈ આ કેટલો દુર્લભ સંયોગ છે. જાણે બંનેએ હમસફર તરીકે જીંદગીની સફર સાથે પૂરી કરી અને અનંતની યાત્રા પણ સાથે જ આરંભ કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here