જામનગરના બ્રાસ કારખાનેદાર સાથે વ્યવસાયિક સબંધો બાંધી દિલ્લીના બે સખ્સોએ બ્રાસનો માલ લઇ પૂરું પેમેન્ટ ન ચૂકવી છેતરપીંડી આચારી હોવાની ફરિયાદ પંચ્કોસી બી ડીવીજન પોલીસ મથકે નોંધાવી છે. રૂપિયા ૩૧.૩૬ લાખનો માલ લઇ બંને વેપારીઓએ દશેક લાખનું પેમેન્ટ ચૂકવી દીધા બાદ બાકી રહેતી રકમ ન ચૂકવી અને રકમ ભૂલી જવા કહ્યું હતું પોલીસે બંને સખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે.

જામનગરમાં મેહુલનગર વિસ્તારમાં રહેતા અને દરેડ ઉદ્યોગનગરમાં યશ બ્રાસ નામથી કારખાનું ધરાવતા અને બ્રાસ મેન્યુફેક્ચ્રીંગ કરતા જયસુખભાઇ બાવજીભાઇ હાપલીયા પટેલએ પોતાના ધંધા વ્યસાય અંગે ડીજીટલ પ્લેટફોર્મ મારફતે જાહેરાત આપી હતી. આ જાહેરાતને આધારે દિલ્લી નોઇડા ખાતે આવેલ ઇન્ડસ્ટ્રીજ એરિયામાં રહેતા સિરાજ સૈફી ઉર્ફે બંટી અને રોહિત કાનાણી નામના સખ્સોએ સંપર્ક કરી બ્રાસની પ્રોડક્સ ખરીદવા માટે કહ્યું હતું. મારે તમારો બ્રાસ મેન્યુફેકચરીંગ વહેંચાણથી લેવો છે. જેને લઈને કારખાનેદારે તા.૦૮/૦૬/૨૦૨૪ ના રોજ સિરાજ સૈફી તથા રોહીત કાનાણીની પેઢીએ વિઝીટ માટે ગયેલ તે વખતે ત્યા સિ રાજ સૈફી ઉર્ફે બંટી રૂબરૂ મળેલ અને તેમનુ કારખાનુ બતાવેલ અને તેમને મોટો વેપાર છે. આવુ બતાવી મને વિશ્વાશમાં લીઘેલ અને કહેલ કે મારે તમારી સાથે નિયમીત વેપાર કરવો છે. અને તમે જેમ મને માલ આપશો હુ તે માલનુ સમય મર્યાદામા પેમેંટ કરતો રહીશ આમ કહી વિશ્વાશ કેળવી લીઢો હતો. ત્યારબાદ કારખાનેદારે સિરાજ સૈફી ઉર્ફે બંટીના GST NO અભ્યાસ કરતા જાણવા મળેલ કે આ GST NO. રોહીત કાનાણીનો છે.

જેથી વિશ્વાશમાં આવી ગયેલ અને ગઇ તા.૦૧/૦૭/૨૦૨૪ ના રોજ સિરાજ સૈફી ઉર્ફે બંટીના કહેવા મુજબ બિલ ઇ ન્વોઇસ નં-૦૧૬/૨૦૨૪-૨૫ થી નં.(૧)બ્રાસ વાયર કોઇલ નં.૦૦(૨૫)Q વાળી ૮૮૯.૨૦૦ કી.ગ્રા. કી.રૂ. ૭૬૪૭૧૨ ૭૬૪૭૧૨નો તથા નં.(૨) બ્રાસ વાયર કોઇલ નં.૦૦(૩૨)Q વાળી ૧૦૩૯.૨ કી.ગ્રા. જેની કી.રૂ.૮૯૩૭૧૨ નો તથા નં .(૩) બ્રાસ વાયર કોઇલ નં.૪ (૨૭)Q વાળી ૯૬૪.૬૫ કી.ગ્રા. કી.રૂ.૮૨૯૫૯૯ નો તથા બિલ ઇન્વોઇસ નં-૦૧૭/૨૦ ૨૪-૨૫ નં.(૧) બ્રાસ હેન્ડલ સ્મોલ ૧૬૦ કિ.ગ્રા રૂ. ૧,૩૧,૨૦૦/- (એક લાખ એકત્રીસ હજાર બસો) તથા નં-(૨) બ્રા સ હેન્ડલ બિગ ૪૩.૮૦૦ કિ.ગ્રા રૂ. ૩૮, ૫૪૪/- (આડત્રીસ હજાર પાંસો ચુમાલીસ) નો બીલનો માલ મળી કુલ અલગ અલગ ૦૫ બ્રાસ પ્રોડક્સ જેની કી. રૂ.૩૧,૩૬,૧૬૫/-ની મોકલી આપેલ હતી.

આ માલના બદલામા એક મહિના પછી સિરાજ સૈફીએ રૂ.૯,૯૫,૦૦૦/- કોઇ તેની અન્ય અસીમ એક્સપોર્ટનામની પેઢીમા માથી યસ પેઢીના એકાઉન્ટમા જમા કરાવેલ અને હજુ પણ આ માલ પૈકી રૂ. ૨૧,૪૧,૧૬૫/-(એકવીશ લાખ, એકતાલીશ હજાર, એકસો પાસાઠ) રૂપીયા હજુ લેવાના બાકી નિકળે છે. આરોપીઓએ આ રકમને રકમ ભુલી જવાનુ અને નહી ચુકવવાનુ કહી દીધું હતું. પોતાના રૂપિયા ફસાઈ જતા કારખાનેદારે બન્ને આરોપીઓ સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધી છે.