જમીનના જામનગર નજીકના કનસુમરા ગામે ગજબનું જમીન કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. ખેતીની જમીનને ઔદ્યોગિક જોનમાં તબદીલ કરવાની વાત તો ત્યાં રહી પણ મૃતકના નામે એકત્રીકરણ સુધીની કાર્યવાહી ઓન પેપર થઇ ગઈ છે. આ બાબતે તંત્રની ‘ક્ષતિ’ અંગે ધ્યાન દોરવામાં આવતા પ્રાંત કચેરીએ એકત્રિકરણનો હુકમ રદ કર્યો છે.
સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે, કનસુમરા ગામના નવા સર્વે નંબર ૨૦૬, ૨૦૧ તથા ૨૦૦ વાળી ખેતીની જમીન મૂળ સુલેમાન ઈસ્માઈલ વિભાની છે. તેમને સંતાનમાં ચાર પુત્રો અનુક્રમે કરીમ, વલીમામદ, ઓસમાણ, આમદ અને ત્રણ પુત્રીઓ હાજરા, આઈશા, એમણા છે. રેવન્યુ રેકર્ડમાં વ્યવસ્થા ખાતર માત્ર ચાર પુત્રોના નામો દાખલ થયેલ હતા. જમીનમાં હીસ્સો મેળવવા મૃતક સુલેમાન ઈસ્માઈલ વિભાની પુત્રીઓ હાજરા, આઈશા તથા એમણાના વારસદારો દ્વારા પાર્ટીશન અંગેનો દાવો જામનગરના પ્રિન્સીપાલ સીનીયર સીવીલ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે. આ દાવો હાલ કોર્ટ સમક્ષ વીચારાધીન છે. બીજી તરફ હાલના રેવન્યુ રેકર્ડ પરના આમદ કરીમ સહીત અન્ય ૧૧ લોકો મૃત્યુ પામેલ છે તેમ છતાં વર્ષો પહેલા મરણજનાર આમદ કરીમના નામે અને મરણજનાર આમદ કરીમની સહી કરી મામલતદાર જામનગર ગ્રામ્ય સમક્ષતા. ૨૩–૨–૨૩ ના અરજી કરવામાં આવી હતી. ગ્રામ્ય મામલતદાર દ્વારા સહ હીસ્સેદારોને જાણ કર્યા વગર તથા અરજદાર મૃત્યુ પામ્યા છે.
તેમ છતાં ખરાઈ કર્યા વગર તા. ૨૧–૪–૨૩ ના રોજ એકત્રીકરણ અંગેનો હુકમ કરી દીધો હતો. આ ગે૨કાયદેસ૨ના હુકમ સામે જમીનના સહહીસ્સેદાર જુસબ મામદ ખીરા દ્વારા પ્રાંત અધિકારી જામનગર ગ્રામ્યની કોર્ટમાં અપિલ દાખલ કરવામાં આવી હતી. જેમાં મૃતક સુલેમાન ઈસ્માઈલ વિભાના તમામ ૯૩ વારસદારોને પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા હતા. વર્ષો પહેલા અવશાન પામેલ આમદ કરીમની બોગસ અને બનાવટી સહીના આધારે અને ખરાઈ કર્યા વગ૨ મામલતદાર દ્વારા કરવામાં આવેલ એકત્રીકરણનો હુકમ રદ કરવા અરજી કરવામાં આવી હતી. જેને લઈને કરતાં પ્રાંત અધિકારી દ્વારા “મરણજનાર વ્યકતીની અરજીના આધારે થયેલ કાર્યવાહીને દુષીત કાર્યવાહી ગણી શકાય” એવું માની કોર્ટમાં ચાલતા કેશ અંગેની હકીકતો ઘ્યાને લીધી હતી અને મામલતદાર જામનગર ગ્રામ્ય દ્વારા તા. ૨૧–૪–૨૦૨૩ના કરેલ એકત્રીકરણ અંગેનો હુકમ રદ કરવા હુકમ કર્યો છે. અરજદાર જુસબ મામદ ખીરા તરફે વકીલ ગીરીશ આર. ગોજીયા, ભાવેશ ડી. કરંગીયા, સચીન એમ. હોરીયા તથા દીપક ડી. કરમુર રોકાયેલ હતા.
કનસુમરાનું જમીન પ્રકરણ યાદ છે ? વાંચો નીચેની link ક્લિક કરી ને..