ટ્રેપ : ટ્રાફિક પોલીસ જવાન પાસેથી લાંચ લેતા જમાદાર પકડાઈ ગયા, જમાદારે કેમ લાંચ માંગી ?

0
1964

જામનગર : રાજકોટ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા એક જમાદાર નિવૃત વયે રૂપિયા પાંચ હજારની લાંચ લેતા એસીબીએ પકડી પાડ્યા છે.  રાજકોટ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા એક જવાનને ફરજ બજાવવા માટે વહીવટ કરવો પડશે એમ કહી જમાદારે રૂપિયા પાંચ હજારની લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે.

આ કેસની વિગત મુજબ ફરિયાદી ફરીયાદી રાજકોટ શહેર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હોય ગઈ તારીખ ૧/૮/૨૦૨૦ ના રોજ ટ્રાફિક શાખામાં નોકરીની વહેચણી થતા ફરિયાદીની ટ્રાફિકની સેક્ટર મોબાઈલમાં ફરજ ઉપર મુકવામાં આવ્યા હતા., જે અન્વયે ફરિયાદી પાસેથી રાજકોટ પોલીસ કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા બળવંતસિંહ ખેંગારજી જાડેજા ઉવ ૫૬એ ટ્રાફિકની મોબાઇલમાં ફરજ બજાવવા બદલ વહીવટ કરવો પડશે  અને જો વહીવટ નહીં કરો તો  હેરાન ગતિ થશે તેમ જણાવી રૂપિયા પાંચ હજારની લાંચની માગણી કરી હતી.

જેના જવાબમાં ટ્રાફિક જવાને એસીબીમાં રાવ કરી હતી. ત્યારબાદ આજે એસીબીએ પોલીસ કંટ્રોલ બહાર અમુલ પાર્લર પાસે છટકું ગોઠવ્યું હતું. જેમાં આ જમાદાર રૂપિયા પાંચ હજારની લાંચ લેતા પકડી પાડ્યા હતા. એસીબીએ જમાદારની અટકાયત કરી હતી.

NO COMMENTS