ફાયરીંગ પ્રકરણ : આરોપી બની ગયેલી નિશા ગોંડલિયાને આગલા દિવસે જ ખબર પડી ગઈ હતી કે….

0
1263

જામનગર : પોલીસ બંને આરોપીઓની અટકાયત દર્શાવે તે પૂર્વે જ શું નિશાને પોતાની પોલ ખુલી જ્ઞાની ગંધ આવી ગઈ હતી ? પોલીસ પોતાના સુધી પહોચે તે પૂર્વે જ નિશા સુરક્ષિત જગ્યાએ ચાલી ગઈ છે ? એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. જો કે બીજી ચર્ચા એવી પણ છે કે નિશા સહિતના આરોપીઓ પોલીસના હાથમાં આવી ગયા છે. બીજી તરફ દ્વારકા પોલીસની રિમાન્ડ પર રહેલ બંને શખ્સો પાસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવા સહિતની પોલીસે તજવીજ હાથ ધરી છે.

મને ફસાવવામાં આવી છે. મને કઈ થઇ જાય તો તેની જવાબદારી ધૃતિ રાણપરીયાની રહેશે. પોલીસે પકડેલ બંને આરોપીઓ પાસે દબાણ કરી કબુલાત કરાવી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. રડમસ અને ડુસકા ભરતી હોય તેમ વાણી ઉચ્ચારી સરકાર પાસે ન્યાય માંગ્યો હતો.

આ ઓડિયો સામે આવ્યા મીડિયા જગતમાં સ્વાભાવિક સવાલ થયો હતો કે દ્વારકા પોલીસે હજુ ફાયરીંગ પ્રકરણમાં એક પણ આરોપીને પકડ્યો નથી ત્યારે નીશએવી કેમ વાત કરે છે કે પોલીસે આરોપીઓ પાસે દબાણ કરી કબુલાત કરાવી છે ? સવારના પહોરમાંથી ઓડિયો વાયરલ થયા બાદ બપોર સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઇ ગયું હતું. કેમ કે અમદાવાદ એટીએસ દ્વારા બે આરોપીની સતાવાર અટકાયતની જાહેરાત કરવામાં આવી હતી. આ પીસીમાં આવેલ વિગતો અને નિશાના ઓડિયો વચ્ચે અદ્ભુત સામ્યતા જોવા મળી હતી.

પોલીસના ડીક્લેરેશનમાં નિશાએ લાલા ગોરિયાને યશપાલ અને જયેશ પટેલ સામે આક્ષેપ નાખવા બંને આરોપીઓ પાસે ફાયરીંગ કરાવ્યું હોવાનું માધ્યમોમાં જાહેર થયું હતું જો કે દ્વારકા પોલીસે કોઈ સતાવાર જાહેરાત કરી નથી. બીજી તરફ અમદાવાદથી જે વિગતો સામે આવી છે તે મુજબ, નિશાની ઓડિયો કલીપ અને પોલીસની વિગતો વચ્ચે સામ્યતા છે. આ સામ્યતા પણ અનેક સવાલો છોડી ગઈ છે. કેમ કે અંત્યત ગુપ્ત કહી શકાય એવી વિગતો નિશાને પ્રથમથી જ કયાથી ખબર પડી ગઈ ? એવા સવાલ પ્રબળ બન્યા છે. શું પોલીસ દ્વારા જ માહિતી લીક કરવામાં આવી ? આવા સવાલો પણ પ્રબળ બન્યા છે. ખબર પડ્યા પછી મગરના આશુ સારી મીડિયામાં ખુલાસો કરવા પાછળનો નિશાનો શું ઈરાદો છે ? એતો સમજી શકાય પણ સમગ્ર વિગતો લીક થઇ તે મોટો પ્રશ્ન છે. સમય આવ્યે આ બાબતનો તાગ મળી જશે એમ સુત્રોએ જણાવ્યું છે.

NO COMMENTS