આવતી કાલે અડધું જામનગર રહેશે પાણી વિહોણું, કેમ ?

0
588

જામનગર : જામનગર મહાનગર પાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતા પાણી પુરવઠામાં ફરી વખત વિક્ષેપ સર્જાયો છે. સપ્તાહ પૂર્વે લીકેજના કારને પાણી પુરવઠો ખોરવાયો હતો, ત્યાર બાદ ટૂંકા ગાળામાં ફરી વિક્ષેપ સર્જાયો છે, જો કે આ ઈએસઆરને સાફ સફાઈ કરવાની કામગીરીને લઈને આવતી કાલે અડધા શહેરમાં પાણી વિતરણ થઇ શકશે નહી.

જામનગરમાં શંકર ટેકરી ઇ.એસ.આર. માં આવતી કાલે તા.3-7-2020ના રોજ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવશે, જેને લઈને ઝોન-એ હેઠળ પાબારી ઝોનના જીઆઇડીસીથી વાણીયાવાડ, હવેલીથી કડિયાવાડ, જુના રેલ્વે સ્ટેશન, ચાંદીબજાર શાક માર્કેટ, ગ્રેઇન માર્કેટ, દરબાર ગઢ, સજુબા ગર્લ્સ હાઇસ્કુલ, હવાઇ ચોક, પંચેશ્ર્વર ટાવર, વંડા ફળી તેમજ જામનું ડેરૂ ઝોન હેઠળ આવતા  વિસ્તાર બર્ધન ચોક, ખોજા વાડ, પાંચ હાટડી, મોદી વાડ, ગઢની રાંગ, અકબર શાહ ચોક વિગેરે વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. આવતી કાલે બંધ રહેલ પુરવઠો બીજા દિવસે એટલે કે તા.4-7-2020ના રોજ રાબેતા મજુબ પાણી વિતરણ  થશે.

NO COMMENTS