દ્વારકાના યુવા પત્રકાર ઓમ થોભણીનો આજે જન્મ દિવસ

0
600

જામનગર : બહોળો મિત્ર વર્તુળ ધરાવતા, મૃદુ સ્વભાવના અને દ્વારકા ઓખામંડળ વિસ્તારમાં જાજેરી લોકચાહના ધરાવતા અને ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા ક્ષેત્રે અનેક વર્ષો થી કાર્યરત રહેલા યુવા પત્રકાર ઓમ થોભાનીનો આજે જન્મ દિવસ છે, ૨૭ વર્ષ પૂર્ણ કરી ઓમભાઈ આજે ૨૮ વર્ષમાં પ્રવેશ કર્યો છે.

છેલ્લા ઘણા સમયથી ઓમભાઈ દ્વારકાના ‘દ્વારકા ટુ ડે’ સાથે સંકલાયેલ છે. 17/8/1993ના રોજ દ્વારકા ખાતે જન્મેલા ઓમભાઈએ અત્યાર સુધીમાં મુખ્ય મંત્રી વિજયભાઈ રુપાણીથી માંડી રાજયકીય, સામાજિક, સાહિત્યિક અને કલા સાથે સંકળાયેલ અનેક હસ્તીઓનાં ઇન્ટરવ્યુ કરી પોતાના પત્રકારિત્વની અનોખી ભાત રજુ કરી છે. આ ઉપરાંત સમયાન્તરે ચોક્કસ ઘટનાઓ અને બનાવોનું લાઈવ રીપોર્ટીંગ પણ થોભાણીએ કર્યું છે. ભગવાન દ્વારકાધીશનાં પરમ ભક્ત છે એવા ઓમ થોભાણી હાલ દ્વારકા ટુડેનાં માધ્યમથી દરરોજ દર્શકોને ઘરે બેઠા દ્વારકાધીશના દર્શન કરાવે  છે.  તેમજ દ્વારકાધીશ મંદિરે ઘ્વાજારોહણ સમયનું ફેસબુક લાઈવ રીપોર્ટીંગ નું સુકાન પણ તેઓ સંભાળે છે. વરસાદની આ મોષમમાં બહોળો મિત્ર વર્તુળ ધરાવતા ઓમ થોભાનીને ચારે તરફથી શુભેચ્છાનો પણ વરસાદ થઇ રહ્યો છે. તેમના મોબાઈલ નબર 7490072004 છે. જામનગર અપડેટ્સ ઓમભાઈને શુભેરછાઓ પાઠવે છે.

NO COMMENTS