આજે પોલીસ સંભારણા દિવસ, જાણો, કેમ પાઠવવામાં આવે છે આજે શોકાંજલિ ?

0
760

જામનગર અપડેટ્સ : આજે પોલીસ તંત્ર દ્વારા શહીદ સંભારણા દિવસ નિમિતે હેડ ક્વાટર ખાતે એસપી સહિતના અધિકારીઓની હાજરીમાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને શહીદ પોલીસ કમર્ચારીઓ-અધિકારીઓની કર્તવ્યનિષ્ઠાનું સ્મરણ કરવામાં આવ્યું હતું.

જામનગર જીલ્લામાં તા.૨૧/૧૦/૨૦૨૦ ના પોલીસ હેડ ક્વાટરમાં આવેલ શહિદ સ્મારક ખાતે ગુજરાત રાજ્યમાં ચાલુ ફરજ દરમ્યાન શહિદ થયેલ હોય તેવા પોલીસ અધિકારીઓ-કર્મચારીઓના શહીદીની સંભારણામાં જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રન દ્વારા શહિદોની નામાવલી બોલી શોક સલામી આપી શહીદોને પુષ્પાજંલી અર્પી પોલીસ સંભારણા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પોલીસ અધિક્ષક ઉપરાંત જીલ્લાના એ.એસ.પી. નીતેષ પાંડે, ડી.વાય.એસ.પી. મહેન્દ્રસિંહ બી.સોલંકી, ડી.વાય.એસ.પી. કૂણાલ આઇ. દેસાઇ, તથા અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ તથા જીલ્લા ખાતે તાલીમ મેળવી રહેલ લોકરક્ષક તાલીમાંર્થીઓ વિગેરે હાજર રહ્યા હતા.

શા માટે મનાવાય છે પોલીસ સંભારણા દિવસ ?

સપ્ટેમ્બર ૧૯૫૯માં ચીન સાથેના સીમા વિસ્તાર હોસ્પ્રિંગ્સમાં સેન્ય ચોકીઓ બનાવવાની કામગીરી શરુ કરવામાં આવી, ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ અને સેન્ટ્રલ રિજર્વ પોલીસ ફોર્સને ચોકીઓ બનાવવાની કમાન સોંપવામાં આવી હતી,. જે તે સમએ આ કામગીરી માટે ડીએસપી કરમસિંઘ અને એસ.પી.ત્યાગીના માર્ગદર્શન સાથે ૪૦ ટુકડીઓ બનાવવામાં આવી હતી. જેમાની એક ટુકડી ૧૯ ઓક્ટોબરના નક્કી  કરેલ સીમાંવીસ્તારમાં પહોચી હતી. લગભગ ૧૬ હજાર ફીટની સમુદ્રી સીમાથી ઉંચાઈ પર ચીની સેનાની હિલચાલ પર નજર રાખવા માટે માઈન્સ ડીગ્રી તાપમાન, અંત્યંત ન્યુનતમ ઓક્સીજન ધરાવતા હવામાન અને અન્ય કુદરતી વિષમ પરિબળોને લઈને ચોકીઓ ઉભી બનાવવી મુશ્કેલ હતું પંરતુ જવાનોએ જાન લગાવી કેમ્પ ઉભો કર્યો.

આ ચોકીઓ પર ૨૦મી ઓક્ટોબરના રોજ ચીની સૈનિકોની હલચલ પર નજર રાખવા ત્રણ પોલીસ જવાનની ટૂકડી રવાના કરવામાં આવી હતી. દિવસની પુર્ણાહુતી બાદ પણ આ દલ પરત ન ફરતા દસ પોલીસ કર્મીઓને શોધખોળ માટે મોકલવામાં આવ્યા, આ ટુકડીઓને આપણા સૈનિકો તો પણ મળ્યા પણ ચોકી આસપાસ ચીની સૈન્યની  ગતિવિધિ નજરે પડી હતી. જેને લઈને બીજા દિવસે આ એટલે કે ૨૧મી ઓક્ટોબરે સવારે ૭ વાગે કરમસિંઘ અને ત્યાગી અલગ-અલગ ટૂકડી બનાવી રવાના થયા હતા. એસપી કરમસિંઘની ટૂકડી પગના નિશાનને ટાર્ગેટ બનાવી ચાંગચેનાંગ નદીના કિનારે પહોંચી ત્યાં ચાઈનિઝ સૈન્યએ હથિયારો સાથે હુમલો કરી દીધો હતો. જેમાં ૧૦ જવાનો શહીદ થયા હતા. જ્યારે કરમસિંઘ અને અન્ય ૯ જવાનોને ચીની સૈન્યએ બંધક બનાવી શારીરિક-માનસિક યાતનાઓ આપી ૭ નવેમ્બર ૧૯૫૯ સુધી પોતાના કબજામાં રાખ્યા હતા. પખવાડિયા બાદ ચાઇનીઝ સૈન્યએ ૧૪મી નવેમ્બરે કરમસિંઘના જીવીત સાથી અને ૨૦ ઓક્ટોબરના રોજ ગુજ થયેલા ૩ જવાનો મળી ૧૩ પોલીસ જવાનોને ભારત-ચીન સીમા પર પાછા મોકલી દીધા હતા. પોલીસ ટુકડીઓના સૌર્ય સમી આ ઘટનાની યાદમાં પોલીસ સંભારણા દિવસ મનાવવામાં આવે છે.

NO COMMENTS