જામનગર: શહેરના જુદા જુદા વિસ્તારમાં રહેતા ચાર પિતરાઈ ભાઈઓ બાલાચડી દરિયે ન્હાઈને પરત ફરી રહ્યા હતા ત્યારે સામેથી પુર ઝડપે આવેલ કાળમુખ ટ્રકએ કારને જોરદાર ઠોકર મારતા ત્રણ યુવાનોના કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા છે જયારે અન્ય એક યુવાનને ગંભીર ઈજાઓ પહોચતા જામનગર ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આજે તેમનું મૃત્યુ નિપજતા મૃતયાંક ચાર થયો છે બંને વાહનોની ટક્કર એટલી ભીષણ હતી કે કાર ટ્રક સાથે લપેટાઈ ગઈ હતી અને મૃતકો અને ઘાયલને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ બનાવના પગલે કોળી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
જામનગરમાં ગોકુલનગર-સાંઢીયા પુલ પાસે કિચન હોટેલ પાછળ આવેલ મહાલક્ષ્મી બંગલોમાં રહેતા સુભાસ કાળાભાઈ લીંબડના ૧૮ વર્ષીય મોટો પુત્ર સાહીલ સુભાષભાઇ લીબડ ઉ.વ.૧૮ અને તેના પિતરાઈ ભાઈ વિશાલ દિપકભાઇ સરવૈયા ઉ.વ.૩૫ તેમજ રોહીત ડાયાભાઇ વાઝા ઉ.વ.૧૯ તેમજ રાહુલ નીતીનભાઇ લીબડ ઉ.વ.૨૨ વાળાઓ સાથે ગઈ કાલે બપોરે બાલાચડીના દરિયા કાઠે ન્હાવા ગયા હતા. જ્યાંથી પરત ફરતી વખતે આ ચાર યુવાનો જે કારમાં સવાર હતા તે G J-10- BR-3201 નંબરની કાર જયારે સચાણા અને જાંબુડા ગામ વચ્ચેના રોડ પરથી પસાર થતી હતી ત્યારે સામેથી પુર ઝડપે આવેલ જીજે 12 બીવી ૩૦૭૧ વાળાના ચાલકે કારને જોરદાર ઠોકર મારી અક્સમાત નીપ્જાવ્યો હતો
આ બનાવમાં વિશાલ દિપકભાઇ સરવૈયા, સાહીલ સુભાષભાઇ લીબડ તેમજ રોહીત ડાયભાઇ વાંઝાને ગંભીર ઇજા પહોચતા ત્રણેયના મૃત્યુ નીપજ્ય હતા. જયારે રાહુલ નીતીનભાઇ લીબડને ગંભીર ઇજા પહોચતા જામનગર જીજી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન આજે બીજા દિવસે તેમનું મૃત્યુ નીપજ્યું છે. અકસ્માત નીપજાવી આરોપી ચાલક પોતાના કબ્જાનુ ટેલર મુકી નાશી ગયો હતો. આ બનાવ અંગે મૃતક સાહિલના પિતા સુભાષભાઈએ પંચકોશી એ ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.