જામજોધપુર: વેપારીને ધમકી આપતા ત્રણ શખ્સો

0
2319

જામ જોધપુર માર્કટીંગ યાર્ડના વેપારી રધુવંશી યુવક મંડળના પ્રમુખ ટ્રકમાં ઘઉં ભરી અન્યત્ર ખસેડી રહ્યા હતા ત્યારે એક શખ્સે ધમકી આપતા ચકચાર મચી ગઇ, આ શખ્સના પિતાએ પણ ફોનમાં ધમકી આપતા પોલીસે પિતા પુત્ર સહિત ત્રણ સામે ફરિયાદ નોંધી છે.

જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં ખેતીનો માલસામાન ભરવા બાબતે જાનથી મારી નાખવ ધમકી ત્રણ સામે ફરીયાદ નોંધાવાઈ છે. અહીં યાર્ડમાં વેપાર કરતા જીગ્નેશ રજનીકાન્ત ચોટાઇને મોમાઇ ટ્રાન્સપોર્ટના ધંધાર્થી દેરાજ જેસાભાઈ મસુરા મેસુરજેશાભાઇ મસુરા તથા રવિ જેસાભાઈ મસુરાએ દુકાને આવી જીજ્ઞેશભાઈને કહેલ કાલથી તુ કોઈ ખેતીનો માલ ગામની કે બહારગામની કોઈ પણ ટ્રકમાં ભરાવતો નહી જે બાબતે ધમકી આપેલ તથા ગાળાગાળી કરેલ ત્યારે જીગ્નેશભાઇ દ્વારા જણાવેલ કે જ્ણાવેલ કે જ્યાંથી ખેતીનો માલ મોકલવા જેમનું ભાડુ સસ્તુ પડે તે ટ્રક હું ભાડે લઉ છું તેમજ જીગ્નેશભાઈ દવારા હરાજીમાંથી ઘઉ લીધેલ તે ઉપલેટાના ટુકમાં ભરાવતા ફરી દેરાજભાઈ મેસુરા આવી અને ના પાડી છતાં બીજા ટ્રકમા માલ ભરાવ છો તેમ કહી જાનથી મારી નાખીશ તેવું જણાવેલ ત્યારે જીગ્રેશભાઈ હાથે પગે પડી ઑર્ડરનો માલ હોય ભરાવી રવાના કરવામાં આવ્યો હતો.


ત્યારે બપોર બાદ દેરાજભાઈના ભાઈ મેસુરભાઈ એ જીગ્નેશના મોબાઈલ ફોન ઉપર ફોન કરી હતને જોઈ લઈશ અને જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગયેલ છે. માર્કટીગાર્ડના વેપારી સામે આમ ખેતીના માલસામાન ભરાવવા બાબતે વેપારીને ધમકી અપાતા વેપારી જીગ્નેશભાઈ દવારા પોલીસી ફરીયાદ દાખલ કરેલી છેટૂક લોડીંગનો પ્રશ્ન સર્જાતા માર્કેટીગ યાર્ડ વેપારીઓ દવારા હરાજી પણ બધ કરાઈ છે અને માલની આવક પણ હાલ યાર્ડની સ્થીતીબંધ જેવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here