જામનગરમાં એક સાથે ત્રણ કોરોના પોઝીટીવ કેસ

0
524

જામનગર : જામનગરમાં સતત બીજા દિવસે વધુ ત્રણ કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા છે. ગઈ કાલે સાંજે જામનગરની જીજી હોસ્પિટલમાં આવેલ ત્રણ દર્દીઓની તબિયતને લઈને ત્રણેયના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આજે જીજી હોસ્પિટલની લેબમાં ત્રણેય દર્દીઓના નમુનાઓનું પરીક્ષણ થયું હતું. જેમાં
હર્ષદ મિલની ચાલીમાં રહેતા ૩૦ વર્ષ પુરુષ, ૫૫ વર્ષ સ્ત્રી અને ૩૬ વર્ષ સ્ત્રી એમ કુલ ૩ કેસ પોઝિટિવ જાહેર થયા હતાં. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર આ ત્રણેય દર્દીઓ ૧૦ દિવસ પહેલા ધોરાજી થી જામનગર ખાતે આવ્યા હતા.ગઈકાલે તાવ,શરદી જેવા લક્ષણો દેખાતા જી.જી.હોસ્પિટલ ખાતે નમૂના લેવાયા હતા. જેને લઈને આરોગ્ય તંત્રએ હર્ષદમિલની ચાલી વિસ્તારમાં પહોંચી અન્ય પરિવારના સદસ્યોને ક્વોરેન્ટાઇન કરવા અને વહીવટી તંત્રએ આ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ જીજીની કોવિડ હોસ્પિટલમાં 15 દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધીની જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો કુલ દર્દીઓનો આંક 65 થયો છે જેમાં ત્રણ દરફીઓના મૃત્યુ થયા છે.

NO COMMENTS