જામનગર: રાજકોટના ત્રણ વેપારીઓએ ભાગીદારીમાં ધંધો કરી નગરના વેપારીને ૧૧ કરોડનું બુચ મારી દીધું

0
717

રાજકોટના પિતા પુત્ર સહિત ત્રણ વેપારીઓ સાથે ભાગીદારીમાં ખેત ઉત્પાદનની ચીજ વસ્તુઓ લે વેચ કરવાનો વેપાર જામનગરના એક વેપારીને ભારે પડ્યો છે. છેલ્લા એક વર્ષના ગાળામાં ભાગીદારીમાં કરેલ રૂપિયા 11.18 કરોડની રકમ પિતા પુત્ર સહિતના ત્રણ વેપારીઓએ ન આપીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.  ઉલટાનું આ ત્રણેય આરોપીઓએ રૂપિયા ચૂકવી દીધાનું ખોટું બેંક સ્ટેટમેન્ટ મોકલીને ઉલટા ચોર કોટવાલ કો ડાટે જેવી બીના કરી હોવાનું સામે આવ્યું છે

જામનગર શહેરમાં પારસ સોસાયટીમાં રહેતા હિરેનભાઈ વિજયભાઈ કોટેચાએ વર્ષ 2023માં રાજકોટમાં જલારામ1, ઇન્દિરા સર્કલ પાસે રહેતા હેમંતભાઈ મોહનભાઈ દાવડા અને તેના પુત્ર રવિભાઈ તથા અન્ય વેપારી પલક ભાઈ કિરીટભાઈ રૂપારેલ સાથે ભાગીદારીમાં અલગ અલગ સમયે ખેત ઉત્પાદનની જણશો લે વેચનો વ્યવસાય કર્યો હતો. આ લે વેચના સોદાઓ દરમિયાન જામનગરના વેપારીને રાજકોટના પિતા પુત્ર સહિતના ત્રણેય વેપારીઓ પાસેથી 11 કરોડ 18 લાખ 28,463 રૂપિયા લેવાના નીકળતા હતા. જેને લઈને જામનગરના વેપારીએ આરોપી પિતા પુત્ર પાસેથી વારંવાર ઉઘરાણી કરી હતી પરંતુ લેણીની રકમ ચૂકતે કરવામાં આવતી ન હતી, 

ઓરતો ઓર આરોપી પલકભાઈ રૂપારેલએ whatsapp માં પાંચ કરોડ 28 લાખ 26 હજાર 71 રૂપિયા આરટીજીએસટી જમા કરાવેલ છે તેવી અલગ અલગ ત્રણ પોચો બનાવી અને ખોટું બેન્ક સ્ટેટમેન્ટ ઊભું કરી ત્રણેય આરોપીઓએ ફરિયાદીની લેણીની નીકળતી રકમ ચૂકવી આપી હોવાનું દર્શાવ્યું હતું. જોકે સત્ય એ હતું કે ત્રણેય આરોપીઓએ ફૂટી કોડી પણ ન ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. છેતરપિંડી કરવાના ઇરાદે ખોટા ડોક્યુમેન્ટ બનાવી જામનગરના વેપારીના બેંકના ખાતામાં નાણા મોકલ્યા હોવાની ખોટો પહોંચો બનાવી, ત્રણેય વેપારીઓએ 11.18 કરોડની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને પંચકોષી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પ્રો આઇપીએસ અજય કુમાર મીણાએ આ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here