જામનગરની આ પાર્ટીએ વસાવ્યું પ્રાઇવેટ પ્લેન, કોણ છે પાર્ટી

0
2151

જામનગર : ત્રણ ચાર વર્ષ પૂર્વે જામનગરમાં જમીન મકાનના ધંધા સાથે સંકળાયેલ એક પાર્ટીએ રોલ્સ રોય કાર ખરીદી ત્યારે જામનગર વૈભવી સંપત્તિને લઈને પ્રસાર પ્રચારમાં સમાચાર બન્યું હતું. આ ટૂંકા સમય બાદ વધુ એક વખત જામનગર આવી જ એક મહામૂલી વૈભવી ભૌતિક સંપત્તિને લઈને લાઈમ લાઇટમાં આવ્યું છે.

વાત છે જામનગરમાં શિપિંગ અને બિલ્ડીંગ વ્યવસાયના ધંધા સાથે સંકળાયેલ લાલ પરિવારની, રાજ્યના બંદર વિભાગના પૂર્વ મંત્રી એવા બાબુભાઈ લાલના પુત્ર અશોક લાલ અને જીતુ લાલ બંને એ સાથે મળી પિતાજીના વ્યવસાયને વધુ ઊંચાઈએ લઇ ગયા, સામાજિક, રાજકીય રીતે અગ્રણી રહેલ લાલ પરિવારનો હાલ મુખ્ય કહી શકાય એવો ઇન્ટર નેશનલ વ્યવસાય શિપિંગનો છે. આ ઉપરાંત અન્ય વ્યવસાયિક એકમોમાં પણ લાલ પરિવાર અગ્રેસર છે. અનેક કારનો કાફલો ધરાવતા આ પરિવારની સંપત્તિમાં હવે હવાઈ જહાજનો ઉમેરો થયો છે. અશોક લાલ પરિવારે હાલમાં જ એક પ્રાઇવેટ પ્લેન ખરીદ્યું છે. પોતાનું આ પ્લેન આવી જતા લાલ પરિવારે દ્વારકાધીશના દર્શન કરી વધામણાં કર્યા હતા. ઉલ્લેખનીય છે કે બાબુભાઈ લાલ રાજકીય રીતે સફળ રહ્યા એટલા તેઓના બંને બંને પુત્રો સફળ રહ્યા નથી. કારણ કે અશોક લાલ અને જીતુ લાલ બબ્બે-ત્રણ ત્રણ વખત વિધાનસભા લડી ચુક્યા છે પણ સફળ થયા નથી.

NO COMMENTS