આ છે જામનગર મહાનગરપાલિકા અને જીલ્લા પંચાયતના નવા હોદ્દેદારો

0
2261

જામનગર: જીલ્લા પંચાયત અને મહાનગરપાલિકાના હોદ્દેદારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણતાના આરે છે. આજે મહાનગરપાલિકાના હોદેદારોની પસંદગી કરવામાં આવી છે. જેમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી  ચેરમેન સહિતના હોદ્દાઓનો સમાવેશ થાય છે બીજી તરફ જીલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખના નામ પર પણ આખરી મહોર લાગી ગઈ છે. જો કે સતાવાર રીતે આવતી કાલે જાહેરાત કરવામાં આવશે.

જામનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોની આજે પસંદગી કરવામાં આવી, જેમાં મેયર તરીકે વિનોદ ખીમસુર્યા અને ડેપ્યુટી મેયર તરીકે ક્રિશ્નાબેન સોઢાની પસંદગી કરવામાં આવી છે. સૌથી કસમકસ સ્ટેન્ડીગ કમિટીના ચેરમેનને લઈને ચાલી હતી. ગાંધીનગરથી આવેલ હોદ્દેદારોના નામમાં આ પદ પર આશિષ જોશીનું નામ હોવાની ચર્ચાઓ વધુ પ્રબળ બની હતી તો સાથે સાથે આશિષ જોશી પણ આ પદ મળશે એવી આશાએ વિશાળ સમર્થકો સાથે ભાજપા કાર્યલય પહોચ્યા હતા. જો કે નામની જાહેરાત થતા જ સૌના આશ્ચર્યની વચ્ચે આ પદ પર નીલેશ કગઠરાનું નામ આવ્યું હતું. જેને લઈને એક તબ્બકે આશિસ જોશી સંકલન બેઠકમાંથી બહાર પણ આવી ગયા હતા. જો કે ત્યારબાદ ઘી ના ઠામમાં ઘી પડી ગયું હતું. મહાનગરપાલિકાના અન્ય પદોની વાત કરવામાં આવે તો દંડક તરીકે કેતન નાખવા અને નેતા તરીકે અને સતાધારી જૂથના નેતા તરીકે આશિષ જોશીના નામની જાહેરાત થઇ હતી.

આ ઉપરાંત જીલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો આ વખતે બીજી ટર્મ માટે પ્રમુખ પદ અનુસુચિત જન જાતી માટે અનામત હોવાથી ભાજપાના એક માત્ર સદસ્ય મઈબેન રબારી છે જેઓ નીર્વીવાદિત તરીકે પ્રમુખ પદ શોભાયમાન કરશે. આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે હસમુખ કણજારીયા હશે. કારણ કે આ બંને સદસ્યોએ આજે ડીડીઓ સમક્ષ પોતાની દાવેદારી નોંધાવી હતી. જો કે અન્ય કોઈ સદસ્યોએ દાવેદારી કરી નથી જેના લઈને બંને સદસ્યો પદાધિકારી તરીકે જાહેર થશે, જ્યારે કારોબારી ચેરમેન તરીકે ચન્દ્રિકાબેન નાથાલાલ અને હુલાસબા જાડેજા વચ્ચે સ્પર્ધા છે. ત્યારે આવતીકાલે આ પદ માટે કોના નામની મહોર લાગે છે તે જોવાનું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here