છેડતી કરી છે તો ખેર નથી, રાજકોટના આ બે સખ્સોને થઇ છે આવી સજા

0
952

જામનગર : રાજકોટમાં છેડતી કરનાર બે સખ્સોને નવા કાયદા મુજબ નસીહત આપવામાં આવી છે. સતત વધતા જતા બનાવો બાદ સરકારે તાજેતરમાં બનાવેલા કાયદા મુજબ રાજકોટ પોલીસે બંને સખ્સોને પાસા હેઠળ જેલમાં ધકેલી દીધા છે.

રાજ્ય સરકારે તાજેતરમાં મહત્વના બે કાનુન પાસ કર્યા છે જેમાં એક જમીનની પેશ કદમીને લગતો છે જયારે અન્ય એક મહિલાઓની સુરક્ષામાં વધારો કરતો કાનુન છે. રાજકોટમાં પ્રથમ વખત જ આ સુધારાયેલ કાનુન મુજબ નોંધાયેલ ગુનામાં પોલીસે કડક વલણ અપનાવ્યું છે જેમાં ક્રિસ્ટલ મોલ પાસે ચાર સખ્સોએ મહિલાની છેડતી કરી હતી. જેને લઈને ચારેય સામે યુનિવર્સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં ચાર પૈકીના બે આરોપીઓ રીઢા હોય અને તેની સામે અન્ય પોલીસ દફતરમાં પણ ફરિયાદ થઇ હોવાનું સામે આવતા પોલીસે બંને સામે પાસાની દરખાસ્ત મૂકી હતી. આ દરખાસ્ત પાસ થઇ જતા આરોપી અનમોલ રમેશ વાળા અને કાળું ઉર્ફે ચિરાગ વિનોદભાઈ મકવાણાને અનુક્રમે ભુજ અને અમદાવાદની જેલમાં ધકેલી દેવા કાર્યવાહી હાથ ધરી છે.  બંને સખ્સો સામે મારામારી, રાયોટીંગ, ચોરી અને કાવતરા સહિતના ગુના નોંધાયેલ છે.

NO COMMENTS