રિલાયન્સ કંપનીમાં કાર્યરત પેટા કંપનીને પોણા ત્રણ લાખનો ધુંબો મારતા તસ્કરો, એ પણ લોકડાઉનમાં

0
731

જામનગર : જામનગર નજીક સિક્કા પાસે આવેલ રિલાયન્સ કામની ના કોટિંગ યાર્ડમાં કાર્યરત એક ખાનગી પેઢીની લોકડાઉનમાં બંધ રહેલ કામગીરી દરમિયાન કોઈ ચોર પેઢીની કન્ટેઈનર ઓફીસના તાળા તોડી પોણા ત્રણ લાખ ઉપરાંતનો સામાન ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું છે. બે એસી અને કોટિંગ કરવાના બે પંપ સહીતની કુલ ૨૨ વસ્તુઓ ચોરી થઇ હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

જામનગર નજીક આવેલ રિલાયન્સ કંપનીમાં કોટિંગ યાર્ડમાં લાંબા સમયથી કાર્યરત એક પેટા કંપનીની ઓફીસમાંથી લોક ડાઉન દરમિયાન ચોરી થયાની ઘટના સામે આવી છે. ગત તા.૨૧/૦૩/૨૦૨૦ થી તા.૨૪/૧૨/૨૦૨૦ દરમ્યાનના લોકડાઉન અને પાંચ અનલોક પીરીયડ દરમિયાન નવ માસના ગાળામાં અહીની કામગીરી બંધ રાખવામાં આવી હતી. કામની મશીનરીમાં કાટ ન લાગે તે માટે કોટિંગ કલર કામ કરતી કીર્લોસ્કર કોરોકોટ પ્રાઇવેટ લીમેટેડ નામની કંપનીને રીલાયન્સ કંપની દ્વારા ૫૦ વીઘા જેટલી જમીન ફાળવવામાં આવી છે. આ એરિયાની મશીનરીમાં પેઢી દ્વારા કોટિંગ કલર કામ કરવામાં આવતું હતું. કોરોના કાળ દરમિયાન કંપનીએ કામગીરી બંધ રાખી પોતાનો સામાન કંપનીની જગ્યામાં કન્ટેઈનરમાં બનાવેલ ઓફીસ અને ગોડાઉનમાં રાખી તાળામારી પેઢીના કર્મચારીઓએ આ વિસ્તાર છોડ્યો હતો. દરમિયાન તાજેતરમાં પેઢીમાં કામ કરતા કર્મચારીઓએ સાઈટ પર જઈ તપાસ કરતા કન્ટેઈનરના તાળા તૂટી ગયેલ મળી આવ્યા હતા અને તેની અંદરથી બે એસી, બે મોટા કલર એર સ્પ્રે, એક પાવર કોટેડ પેનલ બોક્સ, એક રોટો બ્લાસ્ટર મશીન, કલરના સાત ડબ્બા, હાઈ વોલ્ટેજ પાવર ટેસ્ટર સહિતની કુલ ૨૨ વસ્તુઓ ગાયબ જણાઈ આવી હતી. જેને લઈને પેઢીના મેનેજર ચિંતન લાઠીગરાએ સ્થાનિક સિક્યોરીટી અને કંપનીને જાણ કરી હતી. ત્યારબાદ અજાણ્યા સખ્સો સામે મેઘપર પોલીસ દફતરમાં અજાણ્યા સખ્સો સામે ચોરીની ફરીયાદ નોંધાવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here