ઓખાનો આ યુવાન દર વર્ષે એક વાર દરિયો તરી પહોચે છે આ જગ્યાએ

0
413

એમ કહેવાય છે કે જ્યાં શ્રધ્ધા હોય ત્યાં પુરાવાની શું જરૂર ? આવી શ્રધ્ધા ભારતભરમાં અનેક ભાવિકોમાં જોવા મળે છે. હિંદુ ધર્મમાં અનેક ભાવિકો ભગવાન-માતાજી સમક્ષ માનતા કરતા હોય છે અને એ માનતા પૂર્ણ થતા તે લીધેલ નેમ પણ પૂર્ણ કરતા હોય છે પણ અમુક ભાવિકો કપરી કહી શકાય એવી માનતા રાખી પૂર્ણ કરતા હોય છે.

એવા જ એક ઓખાના યુવાન દર વર્ષે ઓખાથી દરિયાની ખાડી તરીને અભ્યાય માતાના મંદિરે શીશ જુકાવે છે. ઓખા જેટીથી સાડા પાંચ કિમી સુધી તરીને તેઓ અભ્યાય માતા મંદિરે પહોચે છે અને ત્યાંથી સાત કિંમી પગ પાળા થઇ દાંડી હનુમાન મંદિર પહોચી શીશ જુકાવે છે.ઓખા મંડળના એક યુવાનની ભગવાન પ્રત્યેની  અપાર શ્રધ્ધાની અનોખી મિસાલ સામે આવી છે. ઓખાના રાજુ લાખાભા સુમણિયા દર વર્ષે દરિયો તરી પ્રભુ દર્શન કરે છે. ઓખાનાં આ યુવાનને બેટના હનુમાન દાંડી વારા હનુમાન પ્રત્યે અનોખી શ્રધ્ધા છે.

તેઓ ઓખા થી બેટ દર વર્ષે હનુમાન જન્મજયંતી નિમિતે દરિયામાં તરીને અભ્યાય માતાના મંદિર સુધી જાય છે જેમનું અંદાજિત સાડા પાંચ કિલોમીટર જેટલું અંતર થાય છે અને ત્યાંથી ચાલીને હનુમાન દાંડી મંદિર જાય છે. જેમનું અંતર અંદાજિત ૭ કિલોમીટર જેટલું થાય છે. છેલ્લા ૫ વર્ષથી ઓખાનો યુવાન રાજુ લાખાભા સુમણિયા આ રીતે તરીને બેટ માં આવેલ હનુમાન દાંડી મંદિરે જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here