આ ગામના તત્કાલીન સરપંચ અને તલાટીએ મળી બાર લાખનું કરી નાખ્યું

0
899

જામનગર : રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકાના પીપળીયા ગામના તત્કાલીન તલાટી મંત્રી અને સરપંચે મળીને રૂપિયા સાડા બાર લાખનો ચૂનો ચોપડી દીધો હોવાનું સામે આવ્યું છે. એસીબીએ બંને સખ્સો સામે સતાનો દુરઉપયોગ કરી સરકારને સવા બાર લાખ રૂપિયાની નુકસાની પહોચાડી હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકાના પીપળીયા ગામે વર્ષ ૨૦૧૧ થી ૨૦૧૫-૧૬ના ગાળા દરમિયાન તત્કાલીન સરપંચ કાંતીભાઇ વલ્લભભાઇ ચોવટીયા અને તત્કાલીન તલાટી મંત્રી નીલેશભાઇ પ્રકાશભાઇ પુરાહીતએ ગ્રામ પંચાયતમાં કરેલા કુલ-૧૩ કામો પૈકી ૧૦-કામો માં ગુજરાત પંચાયત અધિનયમ કલમ ૨૪૧(૧)(૨)(૩) ની જોગવાઇ અનુસાર કામ કરેલ નથી એવી અરજી એસીબીમાં કરવામાં આવી હતી. જેને લઈને તપાસ કરવામાં આવી હતી જેમાં દસ કામ અંગે કોઇ પ્લાન કે ખર્ચના એસ્ટીમેટ કે તાત્રીક મંજુરી કે પંચાયતના ઠરાવ પસાર કરેલ નથી કે માપપોથી રેકર્ડ પર નથી કે કમ્પ્લીશન સર્ટી મેળવેલ નથી એવું સામે આવ્યું હતું. જેને લઈને એસીબી એ તપાસ કરતા આ આક્ષેપિતોએ ચુકવણી કર્યા અંગેના વાઉચરો તથા લાભાર્થીઓના ચેકોમાં વહીવટી ગેરરીતી આચરી સરકારને રૂ.૧૨,૪૭,૦૦૦નુ આર્થીક નુકશાન કર્યું હોવાનું સામે આવ્યું હતું. જેથી રાજકોટ એસીબીએ બન્ને આરોપીઓએ એકબીજાના મેલાપીપણાથી પોતાને મળેલ રાજયસેવક તરીકેની સતાનો દૂરૂપયોગ કરી ગુન્હો કરતા આરોપીઓ વિરુધ્ધ ભ.નિ.અધિ. સને ૧૯૮૮ ની કલમ ૧૨,૧૩(૧)(સી),૧૩(૨) તથા ભારતીય ફોજદારી ધારાની કલમ ૪૦૯,૪૧૯,૪૬૫,૪૬૭,૪૭૧ તથા ૩૪ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણની રાજકોટ એસીબીના મદદનીશ સુપરવિજન અધિકારી એચપી દોશીની સુચનાથી પીઆઈ મયુરધ્વજસિંહ એમ.સરવૈયા તપાસ ચલાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here