પબ્જી રમવા રૂપિયા ન આપતા પુત્રએ પિતા પર કર્યો છરી વડે હુમલો, આવી છે સમગ્ર ઘટના

0
655

જામનગર અપડેટ્સ : આજકાલ પબ્જી ગેમ ચર્ચામાં છે. પબ્જી ગેમના કારણે અનેક નાના બાળકોથી માંડી યુવાનોના કેરિયર પર અસર થઇ છે. ત્યારે લિંબાયતમાં આ જ રમતે પિતા પુત્રને એક બીજાના દુશ્મન બનાવી દીધા છે. પુત્રએ પિતા પાસે ફોનમાં પબજી ગેમ રમવા માટે માંગેલા 500 રૂપિયા ન આપતા પુત્રએ પિતા પર છરી વડે હુમલો કરી ઘાતક ઈજા પહોચાડી છે.

વાત છે સુરતના લીમ્બાયતની, અહી નીલગીરી સર્કલ નજીક જવાહર મહોલ્લામાં રહેતા ભાઈલાલ કારાભાઈ માળી ઉવ ૫૨ના બે દીકરા અનીલ અને ઉમેશ પૈકી ઉમેશે ગુરૂવારે રાત્રે તેના પિતા પાસે મોબાઇલમાં પબજી રમવા 500 રૂપિયા માંગણી કરી હતી. ૨૦ વર્ષીય પુત્રને રૂપિયા આપવાની પિતાએ ના પાડી હતી. જેને લઈને પુત્રએ પિતા સાથે બોલાચાલી કરી હતી, દરમિયાન ઉસ્કેરાઈ જઈ પુત્રએ પિતા પર છરી વડે હુમલો કરી માથા અને પેટના ભાગે ઈજા પહોચાડી હતી. જો કે મોટાભાઈ અને અન્ય લોકોએ ઉમેશને વળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ  ઉમેશે તેઓને પણ ધમકાવ્યા હતા. આ બનાવના પગલે પિતાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે પુત્ર વિરુદ્ધ પિતાની ફરિયાદ નોંધી છે.

NO COMMENTS