નમસ્કાર, કેમ છો બધા ? મજામાં ? ગુજરાતમાં આવીને મને બહુ મજા આવી, થેંક્યું, નમસ્કાર કહી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મહાનિર્દેશક ટેડ્રોસ બ્રેવોયેસસે પોતાનાં વક્તવ્યની શરૂઆત કરતા જ સમગ્ર સમીયાણો તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો.
બોલીવુડ, ભારતીય શિક્ષકોને યાદ કર્યા
પોતાનું ભાષણ શરુ કરતા પૂર્વે વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ટેડ્રોસે પોતાનો ભારત સાથેનો નાતો જુનો હોવાનો ઉલ્લેખ કરી શરૂઆત કરી હતી કે હું જેની પાસેથી હાઈસ્કુલનું શિક્ષણ પ્રાપ્ત કર્યું તે ભારતીય શિક્ષક હતા આ ઉપરાંત યુનિવર્સીટીના બાયોલોજીના અભ્યાસકાળ દરમિયાન પણ ભારતીય પ્રોફેસર પાસેથી ખુબ શીખ્યો છું. જયરે જયારે વડાપ્રધાન મોદીને મળ્યો છું ત્યારે ત્યારે આ વાત કરી છે. એટલે જ પારંપરિક દવાઓનું હું ભારતથી શરુ કરવા જઈ રહ્યો છું. હું ભારતીય શિક્ષણવિદો પાસેથી પ્રાચીન ચિકિત્સા વિષે ઘણું શીખ્યો છું. આ ઉપરાંત હું ભારતીય બોલીવુડ ફિલ્મોનો પણ એટલો જ દીવાનો છું.
હવે વિશ્વ આખું જામનગરમાં, જામનગર આખા વિશ્વમાં
આ સંસ્થા ભારતમાં સ્થાપવા પાછળ ભારતનો આયુર્વેદનો ઈતિહાસ એટલો જ જવાબદાર હોવાનું વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશકે આ તકે જણાવ્યું હતું. આ સેન્ટર માટે રૂપિયા ૨૫૦ મીલીયન ડોલરનો ખર્ચ થશે. આ ખરેખર વૈશ્વિક પ્રોજેક્ટ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે જોડાયેલ ૧૦૭ દેશોની પારંપરિક દવાઓ પર અહી જુદા જુદા આયોમો સર કરવામાં આવશે એટલે એનો મતલબ એવો કે વિશ્વ આખું ભારત-જામનગરમાં આવશે અને ભારત-જામનગર આખા વિશ્વમાં છવાઈ જશે.
સ્વાસ્થ્યના લાંબા રસ્તા પર નવું પરંપરાગત દવાનું કેન્દ્દ્ર શક્તિશાળી અને મજબુત વાહન સાબીત થશે
આજે ભારત જુદી જુદી જડીબુટ્ટીના ઉપયોગ કરી પારંપરિક દવાઓ બનાવી રહ્યું છે. આ કેન્દ્ર કામ કરતુ થઇ જશે એટેલે તેનો લાભ વૈશ્વિક બનશે. સારી,સસ્તી અને તમામ સોસાયટીને પરવડે તેવી પરંપરાગત દવાઓ ઉપલબ્ધ કરાવવી એ નેમ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશકે પારંપરિક દવાઓના વૈશ્વિક ફાયદાઓ વર્ણવી આગામી સમયમાં ચિકિત્સા ક્ષેત્ર પારમ્પરિક દવાઓના સહારે વિશ્વભરના લોકો નિરામય બનશે એવી આશા વ્યક્ત કરી હતી.
અંતે મી. ટેડ્રોસે સમાપન કરતા પૂર્વે એવો વિશ્વ વ્યકત કર્યો હતો કે દુનિયાભરના લોકોના સ્વાસ્થ્યના લાંબા રસ્તા પર નવું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડીસીન શક્તિશાળી, ટકાઉ અને મજબુત વાહન સાબીત થશે.
છેલ્લે આખો સમીયાણો તાળીઓના ગડગડાટથી ચહેકી ઉઠ્યો
છેલ્લે પોતાના ભારતીય ગુરુજનોનો અભાર વ્યક્ત કરવા માટે પોતાનું વકતવ્ય હિન્દીમાં પૂર્ણ કરતા કહ્યું હતું કે મેં યહાં આકર બહુત ખુશ હું. અંતે આવજો કહી વાણીને વિરામ આપ્યો હતો. ત્યારે પણ સમિયાણો તાડીઓના ગડગડાટથી ચહેકી ઉઠ્યો હતો. વડાપ્રધાન મોદીએ પણ ટેડ્રોસને ગળે લગાવી અભૂતપૂર્વ આવકાર આપ્યો હતો.
ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડીસીન વિષે
ડબ્લ્યુ એચઓ સાથે સંકળાયેલ વિશ્વના ૧૦૭ દેશોમાં ચાલતી પારંપરિક દવાઓને એક છત્ર છાયામાં લઇ આવી, નવા સંસોધન દ્વારા વિશ્વના લોકોના સ્વાસ્થ્ય બહેતર બનાવવાનો ધ્યેય છે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડીસીનનો, જામનગર નજીક ખંભાલીયા રોડ પર ગોરધનપર ગામે ૩૫ એકર જમીનમાં ૨૫૦ મીલીયન ડોલરના ખર્ચે આ સેન્ટર તૈયાર થશે. જ્યાં આ કેન્દ્ર બનવાનું છે ત્યાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ શિલાન્યાસ કર્યો હતો.