ગાંધીનગર : શિક્ષક કભી સાધારણ નથી હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હે, સદીઓથી ચાલી આવતી આ ઉક્તિ અનેક શિક્ષકોએ હકારાત્મક રીતે સિદ્ધ કરી છે. જયારે અમુક શિક્ષકોએ નકારત્મ રીતે પણ સિદ્ધ કરી છે. વાત છે હળવદના મોટી ઢવાણ ગામે આવેલ પ્રાથમિક શાળાના શીક્ષકને સરકારી અધિકારી બનવાના એવો તે નશો ચડ્યો કે તે પોતાની ઓળખને ઓફિસર તરીકે પ્રસ્થાપિત કરવા તત્પર થઇ ગયો, આ શિક્ષકે પોતાના ફેસબુક એકાઉન્ટમાં પોતાના પ્રોફેસનમાં પોતાને ઓફિસર તરીકે ઓળખાવી નાખ્યો, પોતે શિક્ષક હોવા છતાં પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં પોતાની ઓળખ એસઓ (સેક્શન ઓફિસર) એટ ગવર્નમેંટ ઓફ ગુજરાત બતાવી હતી. જેની જાણ થતા ગાંધીનગર સાયબર સેલની ટીમ દ્વારા જે તે ફેસબુક એકાઉન્ટ અંગે તપાસ કરવામાં આવી હતી જેમાં શિક્ષકની ઓળખ સામે આવી હતી. જેને લઈને સેક્ટર સાત પોલીસ મથકમાં સાયબર સેલ દ્વારા જે તે શિક્ષક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરવા તજવીજ શરુ કરી છે.