જામનગર અપડેટ્સ: દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા તાલુકાના દખણાદા બારા ગામના સખ્સે પોતાના રાજકોટના વેપારી મિત્રની મદદથી તરકટ રચી લાલચુ લોકોને પોતાની માયાજાળમાં લપેટ્યા હતા. પોતાના ૪૮૦૦૦ કરોડ રૂપિયા બેલેન્સ ધરાવતા પોતાના બેંક ખાતાને આરબીઆઈએ લોક કરી દેતા આ ખાતું ફરી ચાલુ કરાવવા 2400 કરોડ રૂપિયાનો ટેક્સ ભરવાનો હોવાથી લાલચુઓ સાથે વાતચીત કરી રોકાણ કરવા આકર્ષી ઊંચું વ્યાજ આપવાની લાલચ આપી હતી. જેમાં અનેક આસામીઓ બંને સખ્સોની ચુંગાલમાં ફસાઈ ગયા હતા. જો કે આ પ્રકરણ પોલીસ સુધી પહોચતા બહાર આવ્યું છે અને બંને ભેજાબાજો સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
ખંભાલીયાના દખણાદા બારા ગામના અને હાલ રાજકોટમાં રહેતા રૂતુરાજસિંહ ઉર્ફે રૂતુ અજીતસિંહ પંચાણજી સોઢાએ રાજકોટમાં માધાપર રહેતા તેના વેપારી મિત્ર માધવભાઈ કિરણકુમાર પ્રતાપરાય વ્યાસ સાથે મળી મોટું તરકટ રચ્યું હતું. બંન્ને આરોપીઓએ પૂર્વ યોજીત કાવતરૂ રચ્યંજ હતું. જેમાં આરોપી ઋતુએ પોતાના બેંક ખાતામાં રૂપિયા અડતાલીશ હજાર કરોડ રૂપિયાનું બેલેન્સ છે અને આ ખાતું આર.બી.આઈ. દ્વારા બ્લોક કરવામાં આવેલ છે. બંને સખ્સોએ બેંકમાં પોતાનું ખાતું છે અને તેમાં મોટી રકમ જમા છે એવા ખોટા દસ્તાવેજ સહિતની ફાઈલ પણ તૈયાર કરી લીધી હતી. આ ફાઈલ બતાવી અનેક લાલચુ લોકો સાથે ચર્ચાઓ અને બેઠકો કરી હતી. આર.બી આઇ દ્વારા બ્લોક કરવામાં આવેલ ખાતાને પુનઃ એક્ટીવ કરાવવા માટે બેંકને ચોવીસો કરૉડ ટેક્સ ભરવા પડશે ત્યારે આ ખાતું એક્ટીવ થશે. એમ લાલચ આપી અનેક લોકો સાથે ચર્ચાઓ કરી હતી. બંને સખ્સોએ રોકાણ કર્તાનારાઓને (ફંડીંગ કરનારને) ૧૫ ટકા રકમ આપવાની લાલચ આપી, પોતાના ચારીત્ર્ય બાબતે પોલીસ વેરીફિકેશનનો બનાવટી દાખલો બતાવી ફંડીંગ કરનાર સાથે બંન્ને વ્યક્તિઓ મળીને મીટીંગ પણ કરી હતી.
બંને સખ્સોએ આકર્ષાયેલ સખ્સોને આર.બી.આઇ ની ફાઈલ અંગે એડવાન્સ નાણા મેળવવા આર.બી.આઇ ના અધિકારી સાથે વાત પણ કરાવી હતી. અને આગળની કાર્યવાહી કરવાનું જણાવ્યુ હતું અને રોકડ રકમ મેળવી લીધી હતી. રોકડ હાથ વગી કરી લઇ ફરીથી મીટીંગ કરવા માટે બોલાવશું તેમ સમજાવીને લાલચુ રોકાણકારોને લાલચ આપી હતી. જો કે રોકડ મેળવી લઇ જે લોકોએ રોકાણ કર્યું છે તેઓ સાથે મીટીંગ કરી જ નહી, જેને લઇ આ પ્રકરણ પોલીસમાં પહોચ્યું હતું અને સમગ્ર ઘટના સામે આવી હતી.હાલ આ આર્થિક કૌભાંડ હાલારમાં ભારે ચર્ચા જગાવી છે. 21 અને 24 વર્ષની વય ધરાવતા બંને શખ્સોએ કેવી રીતે સમગ્ર પ્લોટ રચ્યો છે ? અન્ય કોઈ આ પ્રકરણમાં સંડોવાયેલ છે કે કેમ? સહિતની વિગતોનો તાગ બંને શખ્સો પકડાયા બાદ મળશે.