ટોકિંગ પોઈન્ટ : વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો સામસામે આવી ગયા, કટ્ટર હરીફો વચ્ચે શાબ્દિક ટપાટપી, કેમ ? જાણો

0
2547

જામનગર અપડેટ્સ : તૌકતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રના છ જિલ્લાઓમાં વ્યાપક નુકશાની વેરી છે. આવા સમયે પ્રધાનમંત્રી, સીએમથી માંડી સ્થાનિક નેતાઓ ગ્રાઉન્ડ ઝીરો પર આવી વિકટ પરિસ્થિતિ સામેની હકારત્મક માર્ગ તરફ કામગીરી શરુ કરી છે. આવા સમયે ગઈ કાલે અમરેલી જીલ્લાની રાજુલા બેઠકના બે કદાવર નેતાઓ આમને સામને આવી ગયા હતા. બાબત તો નગરપાલિકાએ હાથ ધરેલ કેબીનો હતી. જેમાં વર્તમાન ધારાસભ્ય અંબરીષ ડેર અને પૂર્વ ધારાસભ્ય સોલંકી વચ્ચે શાબ્દિક યુદ્ધ ખેલાયું હતું. જો કે બંને પક્ષના નેતાઓએ શાબ્દિક યુદ્ધને શાંત પાડ્યું હોવાનું જાણવા મળ્યું છે.

વાવાઝોડાએ અમરેલી જીલ્લામાં પણ વ્યાપક તારાજી સર્જી છે. સ્થાનિક ધારાસભ્ય અંબરીષ ડેર એક માત્ર એવા નેતા સામે આવ્યા જે વાવાઝોડા પૂર્વેથી લઇ પસાર થયા પણ સતત ગ્રાઉન્ડ ઝીરો પર રાહત કાર્યવાહી કરી રહ્યા છે. આ બાબતે નેશનલ મીડિયાએ પણ નોંધ લીધી છે. ત્યારે ગઈ કાલે સાંજે રાજુલા ખાતે નગરપાલિકા દ્વારા કાટમાળ દુર કરવા કાર્યવાહી હાથ ધરી હતી જે અંતર્ગત યાર્ડ પાસે આવેલ કેબીનો હટાવવા સમયે ધારાસભ્ય અંબરીષ ડેર અને પૂર્વ ધારાસભ્ય- સંસદીય સચિવ હીરા સોલંકી હાજર હતા.

આ કાર્યવાહીના અનુસધાને બંને વચ્ચે શાબ્દિક યુદ્ધ ખેલાયું હતું. સભ્ય બોલાચાલી વચ્ચે અભદ્રતા ભળતા ઘડીક વાતાવરણ તંગ બન્યું હતું. જો કે આ યુદ્ધ આગળ વધે તે પૂર્વે બંને પક્ષે આગેવાનો વચ્ચે આવી ગયા હતા એક બીજાને દુર લઇ જઈ મામલો થાળે પાડ્યો હતો. આ બનાવ રાજુલા- જાફરાબાદ પંથકમાં ટોકિંગ પોઈન્ટ બની છે. જો કે આ ટસનમાં વર્તમાન ધારાસભ્યનો હાથ ઉપર રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. જો કે આ મામલો પોલીસ દફતર સુધી પહોચ્યો ન હતો. આ બનાવને લઈને બંને નેતાઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ બંને નેતાઓનો સંપર્ક થઇ શક્યો ન હતો.

NO COMMENTS