એક લાખની લાંચ લેતા હેડ કોન્ટેબલ એસીબીની ટ્રેપમાં સપડાયો

0
797

જામનગર : સુરેન્દ્રનગર પોલીસ બેડામાં ફરજ બજાવતો એક હેડ કોન્ટેબલ એક લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીના છટકામાં સપડાઈ ગયો છે. રાજકોટ એસીબીની ટીમે જમાદારની ધરપકડ કરી છે. દારુ પ્રકરણમાં નરમ વલણ રાખવા બાબતે જમાદારે લાંચની માંગણી કરી હોવાનું સામે આવ્યું છે.

સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા પોલીસ દફતરમાં એક આસામીના કૌટુંબીક ભાઇ વિરૂધ્ધ ઇગ્લીંશ દારૂનો કેસ થયો હતો. આ કેસ સંદર્ભે આરોપીને રજુ કરી, માર નહીં મારવાના તથા હેરાનગતી નહી કરવાના અવેજ પેટે ચોટીલા પોલીસ દફતરના હેડ કોન્સ્ટેબલ ભગીરથસીંહ ખુમાનસીંહ સોલંકીએ ફરીયાદી પાસે રૂ.૧,૦૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. જેને લઈને આરોપીના કૌટુંબિક ભાઈએ આ સમગ્ર બનાવ અંગે રાજકોટ એસીબીમાં રાવ કરી હતી, દરમિયાન રાજકોટ એસીબીના પીઆઈ એમએમ સરવૈયા સહિતના સ્ટાફે ડીવાયએસપી એચ પી દોશીના માર્ગદર્શન હેઠળ આજે ચોટીલા પોલીસ દફતરમાં જ છટકું ગોઠવ્યું હતું. જેમાં ફરિયાદી પાસેથી એક લાખની પાવડર વાળી નોટ લેતા આરોપી રંગે હાથ પકડાઈ ગયો હતો. પોલીસ દફતરમાં જ એસીબીની ટ્રેપ થઇ હોવાની વાત વાયુ વેગે પ્રશરી જતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. એસીબીની ટીમે પંચોને સાથે રાખી હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ સોલંકીની ધરપકડ કરી, ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબ કાર્યવાહી કરી આગળની તજવીજ શરુ કરી છે.

NO COMMENTS