સુરત પોલીસમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ અને તેની ટોળકીએ દિલ્હીની ડિટેકટિવ એજન્સીને જુદી જુદી વ્યક્તિઓના ફોન કોલ ડીટેઇલ વેચી લાખો રૂપિયા બનાવ્યા હોવાની હકીકત સામે આવી છે. કોલ ડીટેઇલ વેચનાર કાપોદ્રા પોલીસ દફતરના કોસ્ટેબલના ખાતામાંથી 19 લાખ રૂપિયા મળી આવ્યા છે. છેલ્લા એક દાયકાથી આ ટોળકી સીડીઆર વેચવાનો ધંધો કરતી હોવાનું વિગતો સામે આવી છે.
પોલીસ દ્વારા ગુનાની તપાસર્થે જે તે સેલ્યુલર કંપની પાસેથી કોલ રેકોર્ડિંગ કે ડીટેઇલ સહિતની વિગતો માંગવામાં આવે ત્યારે જે તે ઓથોરાઈઝ સેલ્યુલર કંપની પૂરતા પુરાવા બાદ પોલીસને જોઈતી વિગતો પ્રદાન કરતી હોય છે. ત્યારે આવી જ રીતે સેલ્યુલર કંપની પાસેથી મંગાવવામાં આવેલ ડેટા વેચવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. દિલ્હીની એક જાસુસી સંસ્થાને સીડીઆર એટલે કે કોલ ડિટેઇલ રેકોર્ડ વેચવાનું મામલો સામે આવ્યો છે. સુરતના કાપોદ્રા પોલીસ દફતરમાં ફરજ બજાવતા વિપુલ રણછોડભાઈ કોટડીયા નામના પોલીસ કર્મચારીની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેના પગલે સુરત પોલીસ દ્વારા કોસ્ટેબલ વિપુલ કોરડીયા ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
દિલ્હીની જાસૂસી સંસ્થાને આ પોલીસ કર્મચારી અને તેના મળતીયાઓ જુદી જુદી વ્યક્તિઓના કોલ ડિટેઈલની રેકોર્ડ મોટી રકમનો વહીવટ કરી વેચતા હોવાની વિગતો સામે આવી છે. એક દાયકાથી ચાલતા આ ગોરખ ધંધામાં વિપુલ અને તેના સાગરીતો ડીસીપીના પાસવર્ડનો ઉપયોગ કરી call detail હાથ વગી કરતા હતા અને ત્યારબાદ તેઓ દિલ્હીની એજન્સીને પ્રતિ ડીટેઈલના રૂપિયા 25,000 લેખે વેચી મારતા હતા. આજ દિવસ સુધીમાં વિપુલ અને તેની ટોળકીય 500 ઉપરાંત સીડીઆર નો ડેટા દિલ્હીની એજન્સીને વેચ્યો હોવાની વિગતો સામે આવી છે બીજી તરફ પોલીસે પકડાયેલ કોસ્ટેબલ વિપુલ કોટડીયા ના બેન્ક એકાઉન્ટની તપાસ કરતા તેના ખાતામાંથી રૂપિયા 25 લાખ ની રકમ મળી આવી છે. જેને લઈને તેનું ખાતું ફ્રીઝ કરવામાં આવ્યું છે. વિપુલ ઉપરાંત તેની ટોળકીના અન્ય સુધી પહોંચવા દિલ્હી પોલીસ દ્વારા કાર્યવાહીનો ધંધોમાં શરૂ કરવામાં આવ્યો છે.