જામનગર : ગુજરાત હાયર સેકન્ડરી વિભાગના ધોરણ બારની સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થયો છે. આ મહિનાના અંતમાં શરુ થઇ પરીક્ષા આગામી માસના પ્રથમ સપ્તાહમાં પૂર્ણ કરી લેવામાં આવશે. એક અને બે વિષયમાં નાપાસ થયેલ અને નામાંકિત થયેલ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ભાગ લઇ શકશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. એક અને બે વિષયમાં નાપાસ થયેલ ઉમેદવારો પરીક્ષા આપી શકશે. બોર્ડ દ્વારા તા. ૨૮/૯ થી ૬/૧૦/૨૦૨૦ સુધી કુલ ૨૩ વિષયની પરીક્ષા લેવાશે. વિગત વાર નીચેની ઈમેજ માંથી જાણી શકાશે.