ધોરણ નવ થી બારમાં અભ્યાસ કરો છે ? તમારા માટે છે અગત્યના સમાચાર

0
803

જામનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યની
નોંધાયેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ- 09 થી ધોરણ- 12 માં
તા .29/ 07/ 2020 અને 30/07/2020 ના રોજ યોજાનારી એકમ કસોટીના પ્રશ્નપત્રો
આજરોજ PDF સ્વરૂપે બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મૂકવામાં આવેલ છે. જેથીશાળાના આચાર્યઓ, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ સરળતાથી પ્રશ્નપત્રને મેળવી
શકે.
એકમ કસોટીનો હેતુ વિદ્યાર્થીની ONLINE અધ્યયન- અધ્યાયન પ્રક્રીયાના
મૂલ્યાંકનનો હોઇ સ્વયંશિસ્તપૂર્વક વાલીની દેખરેખ હેઠળ ઘરેથી જ આ પ્રશ્નપત્રોના
ઉત્તરો તા. 10/08/2020 સુધીમાં વિદ્યાર્થીઓએ પોતાની અનુકુળતા મુજબ લખી સોફ્ટ-હાર્ડ કોપીમાં શાળામાં પહોંચાડવાના રહેશે. આ પ્રક્રીયા અને આયોજન દરમ્યાન સંબંધિત
સર્વેએ કોવિડ 19 સંદર્ભે આરોગ્ય વિભાગની સૂચનાઓનું પાલન થાય તે અંગે તકેદારી
રાખવાની રહેશે. આ બાબતે તમામ વિદ્યાર્થીઓએ નોંધ લેવા બોર્ડની યાદીમાં જણાવાયું છે.

NO COMMENTS