સબંધ વિચ્છેદ : મિત્રોની પત્નીઓને પામવા પતી જ પત્ની પાસે કરાવતો આવું કામ, અજીબ કિસ્સો

0
937

જામનગર : સમાજ દંપતીઓ થકી ટકી રહેતો હોય છે. આ પવિત્ર સબંધમાં અનિષ્ટ ભળે છે ત્યારે પરિવારની સાથે સમાજનું પતન પણ નક્કી જ હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદથી સામે આવ્યો છે, જેમાં એક પતીને અય્યાસીનો એવો ચસ્કો ચડ્યો કે મિત્રોની પત્નીઓને પામવા પોતાની પત્નીના ખભાનો ઉપયોગ કરતા પણ ન ખંચકાયો, અંતે પરિણીતા પર દુખ ત્રાસ વધતા ગયા ને પતિ સહિતનાં સાસરિયાઓનો પાપનો ઘડો પોલીસ દફતરે જઈ ફૂટ્યો હતો.

રંગીન મિજાજી પતિની ઐયાસી અને પત્નીની નજર સામે પવિત્ર સબંધને તાર તાર કરતો બનાવ સામે આવ્યો છે અમદાવાદથી અહી એક ચોક્કસ વિસ્તારમાં ટ્રાવેલ એજન્સી ચલાવતી યુવતી સાથે સંસાર અને પવિત્ર સબંધના નામે રમેલ રમતની દાસ્તાન પોલીસ દફતર સુધી પહોચી છે.મહીલાએ મહિલા પોલીસ દફતરમાં પતિ, સાસુ-સસરા અને નણંદ સહિતનાઓ સામે સ્ત્રી અત્યાચાર ધારા અને દહેજ પ્રતીબંધક એક્ટ  મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પતિ પોતાના જ મિત્રની પત્નીઓ સાથે ઐયાસી કરી શકે તે માટે પોતાનો જ એટલે કે પત્નીનો જ ઉપયોગ કરતો હોવાનો ચોકાવનારો આક્ષેપ લગાવ્યો છે. આ ઉપરાંત પતી જ તેના મિત્રો સાથે ફોન પર વાત કરવા, ફલર્ટ કરવા અને અનૈતીક સબન્ધ બાંધવા પણ કહેતો હતો. આ ઉપરાંત સાસુ-સસરા અને નણંદ દ્વારા દહેજ બાબતે પણ મેણા મારી ત્રાસ આપ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. પચ્ચીમ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદને લઈને ચકચાર મચી જવા પામી છે.

NO COMMENTS